શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 એપ્રિલ 2023 (14:52 IST)

રાહુલ ગાંધીની ભારત યાત્રાથી ભાજપ ગભરાઈ ગયું છે અને બોખલાઈ ગયું છે: અશોક ગહેલોત

bharat zodo yatra
સુરતની કોર્ટમાં રાહુલ ગાંધીને પણ નરસિંહના કેસમાં સજા થયા બાદ આજે ફરી રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા છે. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થાય તે પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સુરતમાં એક પત્રકાર પરિષદ કરી કહ્યું હતું. રાહુલ ગાંધીની ભારત યાત્રાથી ભાજપ ગભરાઈ ગયું છે અને બોખલાઈ ગયું છે એટલે ગમે તેવા બયાન કરે છે લેવા જેવા નથી.

સુરત ખાતેની પત્રકાર પરિષદમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગાહેલોતએ કહ્યું હતું રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પછી ભાજપ ની પોલ ખુલી એટલે ભાજપ ગભરાઈ ગઈ છે.હાલ દેશમાં જ દેશ માં જે તમાશા થઈ રહ્યા છે તે યોગ્ય નથી. શાસકોના આવા તમસાને કારણે લોક તંત્ર બચશે નહિ. સંવિધાનની ધજીયા ઉડી રહી છે. લોકતંત્રમાં કોઈપણ રાજકીય પક્ષના નેતા તે કાર્યકર કોઈ યાત્રા કરે અને પબ્લિકનો અનુભવ શેર કરે તો એ કઈ ગુનો નથી બનતો.કાનૂન તમામ માટે સમાં છે. હાલ અહમ ચાલે છે મોદી અને શાહનો જે અહમ છે એ આખો દેશ જોઈ રહ્યો છે. અને દેશનો નાગરિક બધું સમજે છે. ભાજપનો આ વ્યવહાર લોકોને પસંદ નહિ પડશે. ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાને લોકોને બે કરોડનો રોજગાર દેવાની વાત કરી હતી. એવી જ રીતે કાળું ધન પરત લાવવાની પણ મોટી મોટી વાત કરી હતી. તો ક્યાં છે કાળો ધન આ મુદ્દે જ રાહુલ ગાંધી એ એક સવાલ ઉઠાવ્યો કે મેહુલ ચોકસી અને કાળા ધન વાળા ઓને શું કર્યું? આ પ્રશ્નથી ડરી ગઈ છે સરકાર તેના કારણે ઉલાળા કરી રહી છે.એ ભાજપે અહીં સ્થાનિક મોદી પાસે આ મુદ્દે માનહનીનો કેસ કરાવ્યો છે એમાં રાહુલજીને સજા જાહેર કરી છે. અને આજે જે કોર્ટમાં જે થશે, એના પર અમને વિશ્વાસ છે. આજે નહિ તો કાલે ન્યાય જરૂર મળશે મળશે.આજે રાહુલ ગાંધી સુરત આવવાના હોય છે ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ કોંગ્રેસના કાર્યકરો અહીં આવ્યા છે. અમે એ મેસેજ આપવા માંગીએ છીએ કે, આ એક સત્યાગ્રહ છે અને કોંગ્રેસ જે સત્યાગ્રહ કરી રહી છે તેના કારણે ભાજપ ગભરાઈ ગયું છે.