મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (09:46 IST)

હવામાન વિભાગની આગાહી - આગામી 14થી 16 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

મેઘરાજા છેલ્લા 10થી 15 દિવસ દરમિયાન અત્યાર સુધી ગુજરાતના અનેક શહેરોમા મનમુકીને વરસી ચુક્યા છે. . હવે રાજ્યમાં આગામી તા.14થી 16માં ફરી વરસાદ પડવાના યોગ સર્જાયા છે. જેમાં પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના યોગ છે. આશ્લેષા નક્ષત્રમાં વરસાદથી કૃષિ પાકોમાં ઈયળ અને મોલોનો ઉપદ્રવ વધ્યો છે. આગામી 17મી ઓગસ્ટથી માઘા નક્ષત્ર આવતું હોવાથી સારા વરસાદના યોગ સર્જાયા છે
 
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 14 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને 15 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 ઓગસ્ટના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 16 ઓગસ્ટે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
 
રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરતાં અત્યાર સુધીમાં 83 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને હજુ ચોમાસુ બાકી છે ત્યારે 100 ટકા વરસાદ પડી શકવાનો અંદાજ છે. બંગાળ પર લો પ્રેશર સર્જાયું છે, આ સિસ્ટમ હવે ગુજરાત તરફ ફંટાઇ રહી છે, આથી હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. સાથે જ જણાવાયું છે કે હજુ 14થી 16 ઓગસ્ટના ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.