કોંગ્રેસના નેતાઓ પાણીમાં ફસાયા, કલોલનું તળાવ છલકાયું, ગાંધીનગર જળબંબાકાર

ગુરુવાર, 27 જુલાઈ 2017 (17:34 IST)

Widgets Magazine
rain in ahmedabad


ઉત્તર ગુજરાત બાદ ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બુધવાર મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદથી આખા ગાંધીનગરમાં પાણી જ પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. સવાર 4 વાગ્યા બાદ ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે સમગ્ર રોડ પર પાણી ફરી વળ્યાં હતાં.ભારે વરસાદને કારણે કલોલમાં પાનસર તળાવ છલકાયું હતું.
rain in ahmedabad

તળાવ છલકાતા તેનું પાણી હાઈવે પર ફરી વળ્યા હતાં. જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે જઈ રહેલ ભરતસિંહ સોલંકી અને મોહનસિંહ રાઠવા કલોલ ફસાયા હતા. પાણી ફરી વળતાં હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો જેના કારણે તેઓ કલોલથી જ પરત ફર્યા હતાં. કલોલમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.
rain in ahmedabad

સવારથી બપોર સુધીમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગાંધીનગરમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કલોલનું પાનસર તળાવ છલકાયું હતું જેના પાણી હાઈવે પર ફરી વળ્યાં હતા. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જઈ રહેલ ભરતસિંહ સોલંકી અને મોહનસિંહ રાઠવા ફસાયા હતાં. ગાંધીનગરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી.
rain in ahmedabad

જ્યારે ગાંધીનગર ફાયરબ્રિગેડ ઓફિસના આગળના ભાગે પાણી ફરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા માટે બોટનો સહારો લેવો પડ્યો હતો. ગાંધીનગર મેયર પ્રવિણ પટેલે પાણીમાં જ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને શહેરની મુલાકાત કરી હતી.
rain in ahmedabad

ભારે વરસાદને કારણે ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલું પાનસર તળાવ છલકાઈ ગયું હતું. જેનું પાણી કલોલના રસ્તાઓ પર ફરી વળ્યું હતું. પાનસર તળાવ છલાકાત લોકો જોવા માટે ઉમટ્યાં હતાં. તળાવનું પાણી રોડ પર આવતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
rain in ahmedabad

મોડીરાતથી કલોલમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હતો જેના કારણે સમગ્ર કલોલમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી હતી. સવારે ઉઠીને લોકોએ જોયું તો રોડ પર પાણી જ પાણી હતું. જેના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત કોંગ્રેસમાં ગાબડું, અન્ય ત્રણ ધારાસભ્યોના રાજીનામાં, શૈલેષ પરમારને વિધાનસભાના દંડક બનાવાયા

શંકરસિંહ વાઘેલાએ વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામી આપ્યા બાદ બળવંતસિંહ સાથે તેજશ્રીબેન પટેલ ...

news

VIDEO - અમદાવાદમાં ભારે વરસાદથી Airportનો રનવે ડેમેજ... જુઓ વીડિયોમાં

ગુજરાતના અમદાવાદમાં ભારે વરસાદને કારણે એયરપોર્ટના રનવેને ભારે નુકશાન થયુ છે. એયર ઈંડિયાની ...

news

ગુજરાત કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, વિધાનસભામાં કોંગ્રેસના દંડક બળવંતસિંહ રાજપૂતે રાજીનામું આપ્યું

ગુજરાતમાં કોંગ્રેસની મુશ્કેલીમાં ચૂંટણી પહેલા જબરદસ્ત ફટકો પડ્યો છે. આગામી સમયમાં યોજાનાર ...

news

વરસાદે હવે અમદાવાદને ધમરોળવાનું શરુ કર્યું. એક જ રાતમાં શહેર આખું જળબંબાકાર

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ધમરોળ્યા બાદ વરસાદે હવે અમદાવાદનો વારો કાઢ્યો છે. ગઈ કાલે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine