શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 જૂન 2019 (14:21 IST)

રાજ્યના 56 તાલુકામાં વરસાદ : ગણદેવી તાલુકાનાં 8 ગામો એલર્ટ કરાયા, જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો ?

રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર જારી રાખી છે. રાજ્યના વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ૨૦૪ મી.મી. એટલે કે આઠ ઇંચથી વધુ, પારડી તાલુકામાં 180 મી.મી. એટલે કે સાત ઇંચથી વધુ, કપરાડા તાલુકમાં 155 મી.મી. અને ઉમરગામમાં 148 મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. ભારે વરસાદન કારણે ગણદેવી તાલુકામાં અંબિકા નદીમાં પૂરની સ્થિતી સર્જાઈ છે, જેના પગલે કાંઠા વિસ્તારના 8 ગામો એલર્ટ કરાયા છે. 

તંત્ર દ્વારા ગ્રામજનોને નદી કાંઠે ન જવાની સૂચના અપાઈ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 29 જુન 2019ને શનિવારના રોજ સવારે છ કલાક સુધીમાં વલસાડ તાલુકામાં 137 મી.મી. એટલે કે પાંચ ઇંચ, કરજણ અને નવસારીમાં 104 મી.મી., પલસાણામાં 99 મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો તથા શિહોર-ગણદેવીમાં 97 મી.મી., ધરમપુરમાં 86 મી.મી., ઘોઘામાં 84 મી.મી., લાઠીમાં 79 મી.મી., ભરૂચમાં 78 મી.મી., ખેરગામમાં 77 મી.મી., ધોલેરામાં 73 મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત ડભોઇ તાલુકામાં 71 મી.મી., ચોર્યાસીમાં 70 મી.મી., જલાલપોરમાં 67 મી.મી., બાબરા-નેત્રંગમાં 66 મી.મી., ગીરગઢડામાં 53 મી.મી., ભાવનગરમાં 51 મી.મી., માંડવી(સુરત)માં 50 મી.મી. અને વાઘોડિયામાં 49 મી.મી. મળી કુલ નવ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.સુરત શહેર, બોટાદ, મહુવા, હાંસોટ, ઉમરાળા, અંકલેશ્વર, ધોળકા, આંકલાવ, વિસાવદર, ધંધૂકા, ગઢડા, ચીખલી, લીલીયા, જેશર, તળાજા, જાંબુઘોડા, વાગરા, ઉના, સંખેડા અને ગારીયાધાર મળી કુલ 20 તાલકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય 11 તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધ પાણી પડ્યું હોવાના અહેવાલો છે.
આજે સવારે 6.00 થી 8.00 કલાક દરમિયાન માત્ર બે કલાકના ગાળામાં ડાંગ જિલ્લાના વઘાઇ તાલુકામાં 102 મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ, ખેરગામમાં ત્રણ ઇંચ, વડોદરા-વાસદામાં બે ઇંચ અને આંકલાવ, માંગરોળ, ધરમપુર, નવસારી અને કામરેજમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહવાલો છે. ઉપરાંત આજ સવારે 8.00 થી 10.00 કલાક દરમિયાન ખેરગામ, છોટાઉદેપુર, મહુવા, વઘાઇ અને તિલકવાડામાં બે ઇંચથી વધુ જ્યારે કપરાડા, જેતપુરપાવી, બારડોલી, પલસાણા, પારડી, સુબિર, ધરમપુર, વલસાડ અને ડાંગમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.