ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (18:03 IST)

ગોંડલ તાલુકાના વોરા-કોટડા ગામે અમાસના મેળામાં જુગારનો પાટલો ચલાવતા બે જુગારીઓને ઝડતી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબએ જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે સુચના મુજબ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઈન્સપેકટર શ્રી એમ.એન.રાણા સાહેબ તથા પો.સબ.ઈન્સ.શ્રી એચ.એ.જાડેજા સાહેબ તથા એલ.સી.બી.સ્ટાફના માણસોએ પો.હેડ.કોન્સ.રવિદેવભાઈ‌‌ બારડ પો.કોન્સ.જયેન્દ્રસિંહ વાઘેલા,પરાક્રમસિંહ ઝાલા ને મળેલ બાતમી આધારે ગોંડલ તાલુકાના વોરા-કોટડા ગામે ભાદરવી અમાસના મેળામાં જાહેરમાં નશીબ આધારીત જુગારનો પાટલો ચલાવતા બે આરોપીઓને પકડી પાડી ગોંડલ તાલુકા પો.સ્ટે. સોંપી આપેલ છે. 
 
 પકડાયેલ આરોપી
(૧) દીલીપભાઈ ચનાભાઈ ડાભી ઉવ.૪૦ રહે.ખોડીયાર નગર ખોડીયાર મંદીર પાસે ગોંડલ
(૨) પરેશ લધુભાઈ વાઘેલા ઉવ.૩૩ રહે.વોરા-કોટડા રોડ આવાસ ક્વાટર નં.૩૦૩ ગોંડલ
 
કબજે‌ કરેલ મુદામાલ
રોકડ રૂપીયા ૧૭,૭૦૦/- મોબાઈલ ફોન નંગ ૨,આંકડાઓ લખેલ પ્લાસ્ટીકનુ બેનર નંગ ૧, ગંજીપતાના પાના મળી કુલ કિ.રૂ.૨૮,૨૦૦/- 
 
કામગીરી કરનાર ટીમ 
PI  શ્રી એમ.એન.રાણા 
PSI શ્રી એચ.એ.જાડેજા
HC રવિદેવભાઈ બારડ
PC જયેન્દ્રસિંહ વાઘેલા 
PC પરાક્રમસિંહ ઝાલા