શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (13:08 IST)

ટ્રાફિકની ફરજ બજાવતા પોલીસ વાહનચાલકને મદદ કરી રહ્યા છે

રાજકોટમાં વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. આથી વાહનચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કોઠારિયા ચોકડી પાસે ખાડાને કારણે વાહનમાંથી દરવાજાનો સામાન પડી જતા ટ્રાફિક પોલીસને મજૂર બનવાનો વારો આવ્યો હતો. ટ્રાફિકની જવાબદારીની સાથે સાથે પોલીસને મજૂર પણ બનવું પડે છે. પાળ ગામે જખરાપીરની જગ્યાએ ગણેશ વિસર્જન કરવા જવાના રસ્તા ઉબડ ખાબડ હોય ડેમેજ રોડને લોક સહકારથી તાલુકા પોલીસ ટીમ દ્વારા માટીથી ખાડા બૂરવાની કામગીરી કરી હતી. મનપાના પાપે પોલીસે લાકડી અને ગન મુકી તગારા ઉપાડ્યા હતા. શહેરમાં ખાડારાજ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાડાને કારણે બાઇકો સ્લીપ થઇ રહ્યા છે. અગાઉ ચાલુ રિક્ષામાંથી એક મુસાફર નીચે પડી ગયો હતો. જો કે, આ ઘટનામાં મુસાફરને કોઇ ઇજા પહોંચી નહોંતી. ખાડાને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. મનપાના એક રિપોર્ટ પ્રમાણે 51.57 કરોડના રસ્તાઓ ધોવાય ગયા છે. અગાઉ પણ રાજકોટમાં ખાડાને કારણે બસ અને કાર ડાન્સ કરતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરમાં પડેલા ભારે વરસાદનાં કારણે ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ત્યારે ગઇકાલે બુધવારે શહેરનાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રોડ પર પડેલા ખાડા બૂરવામાં આવ્યા ન હતાં. જેથી 2 નાગરિકે ખાડામાં સૂઈને અનોખો વિરોધ કર્યો હતો. લક્ષ્મણભાઈ બથવારા નામના નાગરિકે અન્ય એક નાગરીક સાથે કીચ્ચડવાળા ખાડામાં સૂઈને ગાબડા બૂરી અને માટી નખાવી વિરોધ કર્યો હતો. ત્યારે જોવાનું એ છે કે તંત્ર દ્વારા શહેરમાં પડેલા ખાડા ક્યારે બૂરવામાં આવે છે.