ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (14:54 IST)

રાજકોટમાં ફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાનો હેલ્મેટ તોડી કરાયો વિરોધ

નવા મોટર વ્હિકલ એક્ટમાં ફરજિયાત હેલ્મેટ પહેરવું અને સીટબેલ્ટ બાંધવો તેમજ ટ્રાફિકના નિયમો તોડનારને દંડની રકમમાં વધારો કરવાના મુદે રાજકોટમાં ધારણા પ્રદર્શન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે ધારણા કરી રસ્તા પર હેલ્મેટ તોડી વિરોધ નોંધાવ્યો હતો. ફરજિયાતના નિયમનું હેલ્મેટ ટ્રાફિક એક્ટના નિયમોમાં સરકાર દ્વારા દંડનો વધારો કરવામાં આવ્યો છે. જેનો રાજકોટમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે દંડની રકમ વધુ વસુલવાના કાયદાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટ સહીત દંડની રકમ વધારવાના નિયમને કાળો કાયદો ગણાવ્યો છે. શહેરના અલગ અલગ સંગઠનો તેમજ સામાજિક કાર્યકરો એકઠા ત્યાયા હતા અને આજે ધારણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.તો સાથેજ જિલ્લા પંચાયત ચોક ખાતે રસ્તા પર હેલ્મેટ તોડી કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો.

જોકે મતદાર એકતા મંચ દ્વારા ત્રણ દિવસ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ તંત્ર દ્વારા આજે એક જ દિવસની મંજુરી આપવામાં આવી હતી.વિરોધ કરના વ્યક્તિનું જણાવ્યું હતું કે કાયદો બધા માટે સરખો હોવો જોઇએ. તેમનું કહેવું છે કે રસ્તાઓ ઉપર પડતા ખાડાઓ અંગે કાયોદ એમને નડતો નથી. જવાબદાર લોકોને દંડ કરવામાં આવતો નથી. જે લોકો ડરે છે એમને ડરાવે છે કાયદો, સિટબેલ્ટના નામે લોકોને ડરાવે છે કાયદો એવું તેમનું કહેવું હતું. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, જે માણસનો ઓછો પગાર છે અને તેમને પગાર કરતા પણ વધારે દંડ ફટકારવામાં આવે ત્યારે એ માણસ ખાવા પીવાનું કરે દંડ ભરે. માણસ કેવી રીતે જીવી શકે એટલા માટે અમે વિરોધ દર્શાવીએ છીએ. વ્યક્તિએ જણાવ્યું હતું કે, કોઇપણ કાયદો બનાવીને સીધું અમલી કરણ ન કરવું જોઇએ જેથી લોકો હેરાન ન થાય.