બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 માર્ચ 2021 (09:41 IST)

ખેડૂત નેતા રાકેશ ટિકૈત 4-5 એપ્રિલ આવશે ગુજરાત પ્રવાસે

ખેડૂત નેતા રાકેશ ટિકૈત આગામી 4 અને 5 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના તથા કિસાન સમાજ ગુજરાત દ્રારા તેમના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. બારડોલીમાં સ્વરાજ આશ્રમ અથવા કેદારેશ્વર મંદિરમાં રાકેશ ટિકૈત ખેડૂતો સાથે બેઠક પણ કરી શકે છે. 
 
ભારત સરકાર દ્રારા સંસદમાં મંજૂર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે. ગત ચાર મહિનાથી વધુ સમયથી ખેડૂત દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલનમાં 250થી વધુ ખેડૂત શહીદ થયા છે. આ આંદોલનને લઇને સમગ્ર દેશમાં ખેડૂતો દ્રારા મહા પંચાયતોનું આયોજન કરીને ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદાને રદ કરવાના પ્રસ્તાવને મંજૂર કરવામાં આવી રહી રહ્યો છે. 
 
ગુજરાતમાં પણ ત્રણેય કૃષિ કાયદાના વિરૂદ્ધ આંદોલન શરૂ કરી ચૂકેલા છે. 4 અને 5 એપ્રિલના રોજ ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ તથા સંયુક્ત કિસાન મોરચાના કંવીનર રાકેશ ટિકૈત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે ઉત્તર ગુજરાતના અંબાજી મંદિરથી દર્શન કરી માતાજીના આર્શિવાદ પ્રાપ્ત કરીને ખેડૂતોના ઉત્કર્ષ તથા કિસાન વિરોધી કાયદાની વિસ્તૃત જાણકારી આપવ માટે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે. 
 
સુરત સહકારી અગ્રણી અને ખેડૂત નેતા દર્શન નાયકે જાણકારી આપતાં કહ્યું કે રાકેશ ટિકૈતના દક્ષિણ ગુજરાત પ્રવાસનું આયોજન ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ તથા કિસાન સમાજ ગુજરાત દ્રારા સંયુક્તરૂપથી કરવામાં આવી રહ્યું છે. બપોરે 1  વાગે ગુરૂદ્રારા લુવારા, બપોરે 1.30 વાગે અંકલેશ્વર વાલિયા ચોક, બપોરે 2 વાગે કોસંબા શિતલ હોટલ સાવા પાટીયા પાસે, બપોરે 3 વાગે સેવણી ગામ ચોક, બપોરે 3.30 વાગે બારડોલ સ્વરાજ આશ્રમ અને સાંજે 4 વાગે કેદાશ્વર મહાદેવ મંદિર બારડોલીમાં ખેડૂતો સાથે બેઠકનું આયોજન છે.