1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 મે 2017 (14:10 IST)

ગુજરાતમાં રેન્સમવેરનો હાહાકાર, બેન્કોના એટીએમ બંધ, કચેરીઓની ડેટા બચાવવાની મથામણ

રાજ્યમાં અમદાવાદ સહિત અનેક વેબસાઇટોને રેન્સમવેર વાઇસરનો ભોગ બનવું પડયું છે. આજથી અમદાવાદના તમામ ATM બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગુજરાત સરકારના જીસ્વાન અને ઇ-ગુજકોપ પર પણ અસર થતાં તેમના ઉપયોગ પર ઉચ્ચ અધિકારીઓએ રોક લગાવી દીધી છે. જીસ્વાનની કેનક્ટીવીટી બંધ થતાં ગુજરાત પોલીસનું નેટવર્ક ખોરવાઇ ગયું હતું. જેના કારણે રાજ્યમાં અનેક સિસ્ટમ ઠપ થઇ ગઇ છે. તેની સાથે ઇ-ગુજકોપ નેટવર્ક પર પણ ભારે અસર થતાં પોલીસ દોડતી થઇ ગઇ છે.

અમદાવાદના પોલીસ સ્ટેશનો તો ઠીક પોલીસ કમિશનર ઓફિસમાં પણ રેન્સમવેર વાઇરસના કારણે પીઆરઓ સહિતની કનેક્ટીવી બંધ થઇ ગઇ છે.  શુક્રવારની રાતે એકાએક કરવામાં આવેલા સાયબર એટેકમાં રાજ્યના પોલીસ વિભાગના 93 કોમ્પ્યુટર્સને પણ અસર થઈ હતી, તેમ ડીજીપી ગીતા જોહરીએ જણાવ્યું હતું. રેન્સમવેર એટેકની સૌથી વધુ અસર અમદાવાદ શહેરમાં થઈ હતી. આ ઉપરાંત વડોદરા, ગાંધીનગર અને પોરબંદર પણ ઝપટમાં આવ્યા હતા.  આ રેન્સમવેર એટેકથી બચવા એન્ટી વાયરસ અપડેટ કર્યા છે. તેમજ તેને કેવી રીતે અટકાવવું તેની એડવાઈઝ પણ ઈસ્યુ કરી છે.  સરકારી હોસ્પિટલમાં સાવચેતીના ભાગરૂપે તમામ કમ્પ્યુટર બંધ રાખવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને દર્દીઓના કેસ ઓનલાઇન કાઢવામાં આવતા હતા. ત્યારે હાથથી જુની રીત પ્રમાણે કેસ કાઢ્યા હતા. પરિણામે દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળતી હતી. તે ઉપરાંત અમદાવાદ સહિત રાજ્યમાં અનેક એટીએમ બંઘ રહેતાં તથા બેન્કના કામકાજમાં સોફ્ટવેર સ્લો ચાલતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.