ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (22:58 IST)

IPL 2021, RCB vs KKR: બોલરો પછી બેટ્સમેને જમાવ્યો રંગ, કેકેઆરએ આરસીબી પર નોંધાવી મોટી જીત

ઈંડિયન પ્રીમિયર લીગની 14મી સીજનના 31મા મુકાબલામાં કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે રૉયલ ચૈલેજર્સ બેંગલોરને 9 વિકેટથી ધૂળ ચટાવી. આરસીબી તરફથી મળેલા 93 રનના લક્ષ્યને કેકેઆરે એક વિકેટ ગુમાવીને માત્ર 10 ઓવરમાં મેળવી લીધુ. શુભમન ગિલે 48 રનની રમત રમી. જ્યારે કે આઈપીએલમાં પોતાનુ ડેબ્યુ કરી રહેલ હ અય્યરે 41 રન બનાવીને અણનમ રહ્યા. આ પહેલા બેંગલોરના બેટ્સમેનોને વરુણ ચક્રવર્તી અને આંદ્રે રસેલ સામે નમતુ લીધુ. જેને કારણે આરસીબીની આખી ટીમ માત્ર 92 રન બનાવીને ઓલઆઉટ થઈ. વરુણ-રસેલની જોડીએ મળીને છ વિકેટ પોતાને નામે કરી. 


08:33 PM, 20th Sep
 
- બેંગ્લોરની ઇનિંગ્સની અડધી ઓવર પૂરી થઈ ગઈ છે અને ટીમનો સ્કોર 4 વિકેટના નુકશાને 54 રન છે. સચિન બેબી 1 અને ગ્લેન મેક્સવેલ 7 રન બનાવીને રમી રહ્યા છે. મેક્સવેલ ક્રિઝ પર ટકી રહે તે હવે આરસીબી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 
- 8.4 ઓવરમાં ન્દ્રે રસેલની બોલ પર એબી ડી વિલિયર્સને ક્લિન બોલ્ડ થયા. એબી પહેલા જ બોલ પર આઉટ થયો અને પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં. આ મેચનો આ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે, કારણ કે એબી તેમના એકલાના દમ પર મેચનુ પાસુ પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે.