શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 ઑગસ્ટ 2021 (14:13 IST)

15 વર્ષ જૂનાં સવા કરોડ જેટલાં વાહનો ભંગાર ભેગા થશે, ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જાહેરાત કરી શકે છે

ભારત સરકારની સ્ક્રેપ વિહિકલ પોલિસીને લઈને ગુજરાતમાં 13 મી ઓગસ્ટે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનો એક કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના સવા કરોડથી વધુ 15 વર્ષ જૂના વાહનોનો સ્ક્રેપ ભંગારવાડે લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભે રોડમેપ જાહેર કરવામાં આવશે.જેમાં સાણંદ,વિરમગામ,માંડલ,બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાંજ આ સ્કેપ વ્હીકલ યાર્ડ બનશે.

કેન્દ્ર સરકાર દ્રારા ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલીસીની જાહેરાત કરી હતી. આ પોલિસીના આધારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જાહેરાત કરશે. જેમાં ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. રિયુઝ, રિડયુઝ અને રિસાઈકલ ત્રણ R પર આધારિત આ પોલીસીનો રોડમેપ જાહેરાત કરવામા આવશે. સ્ક્રેપ યાર્ડ મોટાભાગે ઓટોમોબાઇલ હબની આસપાસ બનાવવામાં આવશે.ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન: ઉપયોગ કરવાને લઈને ભાર આપવામાં આવ્યો છે.

જૂના વાહનોના કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રદુષણની માત્રાને નિયંત્રિત કરવા માટે થઈને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્રારા વારંવાર ભારત સરકાર અને રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે. જેમાં 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબધં મૂકવો તેવો પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગત બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે 15 વર્ષ જૂના વાહનો છે. એ વાહનો ભંગાર વાડે લઈ જઈને સ્ક્રેપ કરવા પડશે.  આ વાહનો ના નિકાલ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર પાસે કોઈ મહત્વની સિસ્ટમ અને પોલીસી નહી હોવાથી વાહનો જે–તે સ્થિતિમાં રોડ પર દોડતા રહે છે. પરિણામે વાહન અકસ્માત  પ્રદૂષણ તેમજ ભંગારવાહનોના નિકાલ ના પ્રશ્નો શિરદર્દ સમાન બની ચૂકયા છે. ગુજરાત સહિત દેશમાં 15 વર્ષ જુના વાહનોના સ્ક્રેપ માટે નવા ઉધોગોની દિશા ખોલવા ભારત સરકાર તૈયાર છે. જેના ભાગરૂપે ગુજરાતમાં આવેલા ઓટોમોબાઇલ હબની આસપાસ આવા ભંગારવાડા તૈયાર કરવામાં આવશે. તેવું વાહન વ્યવહાર વિભાગના ટોચના અધિકારી સૂત્રોમાંથી જાણવા મળે છે. સાણંદ,વિરમગામ,માંડલ,બેચરાજી અને સાવલી જયા ઓટોમોબાઇલ સેઝ આવેલા છે તે સેઝની અંદર જ આ સ્કેપ વ્હીકલ યાર્ડ બનશે.