1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (19:18 IST)

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશન સામે જ ફોર્ચ્યુનરમાં આવેલા લૂંટારૂઓએ આંગડિયા પેઢીમાં 2 કરોડની લૂંટ કરી પળવારમાં ફરાર

Robbers in Fortunar in front of Varachha Police Station in Surat looted Rs 2 crore from Angadiya firm and fled in an instant
સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામે આવેલી શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઈઝ આંગડિયા પેઢીમાં ભર બપોરે લૂંટારૂઓ ત્રાટકતા ભાગદોડ મચી ગઇ છે. લૂંટારૂઓ લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાં આવ્યા હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વીઆઇપી લૂંટારૂઓ આંગડિયા પેઢીમાંથી 2 કરોડ રૂપિયાથી વધુની લૂંટ કરી ભાગી ગયા હોવાની જાણ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની જાણ બાદ સ્થળ પર દોડી આવ્યા હતા. સુરત બહાર જવાના તમામ રસ્તાઓ પર નાકાબંધી કરી તપાસ હાથ ધરાઈ હોવાનું હાલ પોલીસ જણાવી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, લૂંટારૂઓ ફોર્ચ્યુનર કારમાં આવ્યા હતા. 7-8 જણા હતા. રિવોલ્વર જેવું હથિયાર પણ હતું. આંગડિયા પેઢીમાં કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી રૂપિયા ભરેલા ત્રણ થેલા લઈ ગયા હતા. આ આંગડિયા પેઢી 15-20 દિવસ પહેલા જ આ સ્થળે ચાલુ થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે હાલ ઘટના સ્થળે પેઢીના માલિક કે કોઈ કર્મચારી ન હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ પોલીસ પણ આ કર્મચારીઓને શોધી રહી હોવાનું કહેવાય રહ્યું છે. લૂંટની કોઈ પણ વાતને કોઈ પણ એક જગ્યા પરથી પણ સમર્થન ન મળતા પોલીસ પણ ગોથા ખાઇ રહી હોવાનું કહેવાય રહ્યું છે.