રાહુલ ગાંધીએ પ્રદેશ આઈટી સેલમાં રોહન ગુપ્તાના સ્થાને હેમાંગ રાવલની નિયુક્તિ કરી

બુધવાર, 16 મે 2018 (10:32 IST)

Widgets Magazine
rahul gandhi


લોકસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલમાં ફેરફાર કર્યો છે. છેલ્લા 6 વર્ષ આઇટી સેલ પર કબજો જમાવીને બેઠેલા રોહન ગુપ્તાના સ્થાને હેમાંગ રાવલની નિયુક્તિ કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પ્રદેશ કોંગ્રેસનું આઇટી સેલ સક્રિય જોવા મળ્યું હતું પરંતુ આ સક્રિયતા ફક્ત ચૂંટણીઓ પૂરતી મર્યાદિત રહેતી હતી જેના કારણે આ ફેરફાર જોવા મળ્યા છે.

આઇટી સેલના પૂર્વ ચેરમને રોહન ગુપ્તા સામેની ફરિયાદોના કારણે આ બદલાવ આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે લોકસભા ચૂંટણી પહેલા આ બદલાવથી પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલમાં પણ બદલાવ જોવા મળશે. અને ભાજપ સરકારની નકારાત્મકતાઓ લોકો સુધી પહોંચાડશે તેવો દાવો નવા કોર્ડીનેટરે કર્યો હતો. લોકસભા ચૂંટણી વખતે આઇટી સેલની જવાબદારી વધી જતી હોય છે ત્યારે જે રીતે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસનું આઇટી સેલ સક્રિય રહ્યું હતું તે જ રીતે પ્રદેશ કોંગ્રેસને સક્રિય કરવામાં આવશે. જેની મદદથી કેન્દ્રની મોદી સરકાર તથા રાજ્યની રુપાણી સરકારની નિષ્ફળતાઓ કોંગ્રેસ ખુલ્લી પાડશે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાહુલ ગાંધી પ્રદેશ આઈટી સેલ રોહન ગુપ્તા હેમાંગ રાવલ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Sports Cricket. . Live News Gujarati News Team India Business News National News Gujarat Latest Gujarati News Gujarat Samachar In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોંગ્રેસના હાથમાંથી એક પછી એક રાજ્યો છુટી રહ્યાં છેઃ વિજય રુપાણી

કર્ણાટકમાં બીજેપી સત્તાની નજીક પહોંચતા હાલ ગુજરાત સહિત દેશભરમાં બીજેપીના કાર્યકરોમાં ...

news

નસ પર નસ ચઢી જાય તો કરો આ અચૂક ઉપાય

નસ ચઢવુ એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે ...

news

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂર અને માહિરા ખાનનો પ્રેમ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મે 7 થી શરૂ થયું છે, જે 19 મે સુધી રહેશે. અત્યાર સુધી દીપિકા ...

news

કર્ણાટક - કિંગમેકર બનવાની ઈચ્છા હતી, કિંગ બનતા દેખાય રહ્યા છે કુમારસ્વામી

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોથી હવે તસ્વીર સ્પષ્ટ થઈ રહી છે. બીજેપી બહુમતથી થોડી સીટ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine