શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (08:38 IST)

જાપાનમાં પેરા ઓલિમ્પિકમાં ખેલાડીઓ અને સહાયકોને મોરારિબાપુ તરફથી તમામ સ્પર્ધકોને રૂપિયા 21 લાખની પ્રોત્સાહક રકમ

morari bapu offers 21 lakh
જાપાનમાં ચાલી રહેલા પેરાઓલમ્પિકમાં ભાગ લઇ રહેલા ભારતીય ખેલાડીઓ અને સહાયકોને પૂ.મોરારિબાપુ દ્વારા રૂ.21 લાખની પ્રોત્સાહક રકમની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં જ મુખ્ય ઓલમ્પિકની રમતો પૂરી થયા બાદ જાપાનમાં પેરાઓલમ્પિક ખેલ મહોત્સવ ચાલે છે જેમાં ભારતમાંથી 54 સ્પર્ધકો અને 50 અન્ય વ્યક્તિઓ જેમાં વિવિધ રમતો માટેના કોચ, મેનેજર અને અન્ય સહાયક વ્યક્તિઓ થઈ કુલ 104 લોકો ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહેલા કુલ 54 સ્પર્ધકોને મોરારિબાપુ તરફથી પ્રત્યેકને રૂપિયા 25 હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે. જેની કુલ રકમ 13 લાખ 50 હજાર થાય છે. એ જ પ્રમાણે આ સ્પર્ધકોના કોચ, મેનેજર અને અન્ય સહયોગીઓ કે જેની કુલ સંખ્યા 50 જેટલી છે તેમને પ્રત્યેકને રૂપિયા 15 હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે જેની કુલ રકમ 7 લાખ 50 હજાર થાય છે. ખેલાડીઓ અને તેના સહયોગીઓને અપાનારા પ્રોત્સાહનની કુલ રાશી રૂ.21 લાખ થાય છે. ઓલમ્પિક ખેલ સમિતિ પાસેથી તમામ સ્પર્ધકો અને સહયોગીઓના બેન્કની વિગતો મેળવી આ રકમ જે તે વ્યક્તિના બેંક ખાતામાં તબદીલ કરવામાં આવશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જાપાનમા જે મૂળ ઓલમ્પિક રમતોત્સવ પૂરો થયો તેમાં ભાગ લીધેલા તમામ સ્પર્ધકો, સહયોગીઓને પૂ.મોરારિ બાપુ દ્વરા રૂ.57 લાખની પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી.