શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 7 ઑગસ્ટ 2019 (13:45 IST)

રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે મહાત્મા મંદિર ખાતે યોજાશે ‘‘સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસર’’ કાર્યક્રમ

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિર્ણાયક નેતૃત્વના નિર્ણાયક ત્રણ વર્ષ આજે તા. ૭ ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યા છે. રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે આજે તા. ૭ ઓગસ્ટ-૨૦૧૯ને બુધવારના રોજ થવાનો હતો જે આગળ વધારીને 8 ઓગસ્ટએ યોજાશે.  ‘‘સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસર’’ કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બપોરે ૧-૦૦ કલાકે યોજાશે.

રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના, સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના,  (સૂર્ય-ગુજરાત), મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના, પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ-ટેબલેટનું વિતરણ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ શુભારંભ કરાશે.

પ્રગતિશીલતા, સંવેદનશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાના મૂલ્યો આધારિત ચાર સ્તંભ ઉપર ગુજરાતની વિકાસ યાત્રાને વધુને વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારે ભગીરથ પ્રયાસો કર્યા છે અને રાજ્યના સાડા છ-કરોડ ગુજરાતીઓની આશાઓ-આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા સરકાર સતત પ્રયત્નશીલ રહીને અનેક નવતર આયામો હાથ ધર્યા છે. જેના પરિણામે ગુજરાતની વિકાસયાત્રા વધુ સુદ્રઢ બની છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતને વધુ સમુદ્ધ બનાવીએ.