ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :સૂરત , શનિવાર, 8 જુલાઈ 2017 (10:44 IST)

અમિત શાહની ગુજરાતમાં ગર્જના - ગુજરાતમાં કોંગ્રેસને એ રીતે હરાવવાની છે કે તે ફરી ક્યારેય જીતવાનુ સપનું ન જુએ

ભાજપા અધ્યક્ષ અમિત શાહે આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર સીધુ નિશાન સાધતા કહ્યુ કે ગુજરાતમાં આ વર્ષે થનારી ચૂંટણીમાં જીતનુ સપનુ જોતા પહેલા તેમને પોતાનો સળગતુ ઘર (પાર્ટી)  ઠીક કરવુ જોઈએ જેનમા એકને મનાવતા બીજા બે રિસાય જાય છે. 
 
રાહુલ જોઈ રહ્યા છે ગુજરાતમાં સરકાર બનાવવાનુ સપનુ 
 
શાહે આજે માંડવીના પાંચકાકડા અનાવલમાં દક્ષિણ ગુજરાતના આઠ જીલ્લા અને સૂરત મહાનગરના કુલ લગભગ એક લાખ પેજ પ્રમુખો અને અન્ય કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરતા પોતાના વિશેષ અંદાજમાં કોંગ્રેસનું અંદરોઅંદર ચાલતા ઘમાસાન તરફ ઈશારો કરતા કહ્યુ, 'રાહુલ બાબા ગુજરાતમાં સરકાર બનાવવાનુ સપનુ જોઈ રહ્યા છે. પણ ભાઈ પહેલા તમારા સળગતા ઘરને તો ઠીક કરો.  છાપા રોજ શુ આવે છે એક ને મનાવો તો બીજો રિસાય જાય છે.  તેમણે કહ્યુ કે નરેન્દ્ર મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા પછી કોંગ્રેસનો અનેક રાજ્યોમાં એક પછી એક સફાયો થઈ ગયો છે.  કોંગ્રેસને શાસન કરવા માટે કોઈ ઓછો સમય નહોતો મળ્યો.  બે ત્રણ વર્ષ છોડી દો તો દેશ પર તેમનુ જ શાસન રહ્યુ છે.  પણ આ સમય દરમિયાન તેમને દેશ અન એ રાજ્યની એવી દુર્દશા કરી દીધી કે હવે ફરી સત્તામાં આવવાનો તેમને કોઈ અધિકાર નથી. 
 
દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભાજપાના મુખ્ય સમ્મેલનમાં શાહે કહ્યું કે કોંગ્રેસ રાજમાં ગુજરાતમાં અંધારું હતું, કફર્યું લાગતા હતા 
 
પરંતુ ભાજપ સત્તામાં આવ્યા પછી ચોવીસ કલાકમાં વિજળી મળવા લાગી, અને રાજ્ય કફર્યું મુક્ત બની ગયું. શાહે કહ્યું કે કોંગ્રેસે 
 
આદિવાસીઓ માટે કંઈ કર્યું નથી, ભાજપ સત્તામાં આવ્યા પછી આદિવાસીઓને 13 લાખ એકડ જમીન આપી છે.
 
કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી જીતવાના દાવોની હવા કાઢતા શાહે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી જીતવાના સપના 
 
જોવાનું બંધ કરે. અને કોંઈ કોંગ્રેસી નેતાને સપના આવતા હોય તો ભાજપના સમ્મેલનના ફોટો જોઈને મન વાળે. 
 
કોંગ્રેસ હરાવવા માટે ચક્રવ્યૂ રચવાની જરૂર નથી 
 
તેમણે કહ્યુ કે કોંગ્રેસને હરાવાવા માટે તેમણે કોઈ ખાસ ચક્રવ્યૂહ રચવાની જરૂર નથી. આ વિશાળ સંમેલનમાં હાજર કાર્યકર્તા 
 
ઈવીએમનુ બટન દબાવી દો તો ભાજપા જીતી જશે પણ પાર્ટી ફક્ત જીત અથવા 150થી વધુ સીટો (કુલ 182) જીતવા જ નથી 
 
માંગતી પણ કોંગ્રેસને મૂળથી ઉખાડીને ફેંકવા માંગે છે.  તેમને એવો ઝટકો આપવા માંગે છે કે તેઓ ક્યારેય ફરી ગુજરાતમાં 
 
જીતવાનુ સપનુ ન જુએ.  ગુજરાતમાં પાર્ટી અને કાર્યકર્તા અજેય છે કારણ કે પાર્ટી 1990 પછી ક્યારેય ચૂંટણી હારી નથી.  તેમણે 
 
કહ્યુ કે ગરીબો દલિતો આદિવાસીઓ અને ગરીબ મહિલાઓના હકના 12 લાખ કરોડ ખાઈ જનારી કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 
 
વિદેશની રજા પરથી પરત ફર્યા પછી પૂછે છે કે ભાજપાએ શુ કર્યુ છે. યાદી તો ખૂબ લાંબી છે પણ સૌથી મોટુ કામ બોલનારા 
 
પ્રધાનમંત્રી અને ઈમાનદાર તેમજ કામ કરનારે સરકાર આપીને કર્યો છે. કોંગ્રેસની સરકારે અનેક કામ નથી કર્યા જેને અમારી 
 
સરકારે પૂર્ણ કર્યુ છે.  
 
મોદીનો વિજય રથ નવેમ્બરમાં ગુજરાત આવશે 
 
તેમણે કહ્યુ કે આદિવાસીઓના વોટથી જીતનારી કોંગ્રેસ તેમના માટે કશુ પણ નથી કર્યુ.  તેમણે કહ્યુ કે મોદીનો વિજય રથ નવેમ્બરમાં ગુજરાત આવશે.  જ્યારે તે પ્રધાનમંત્રી હતા તો 128 સીટો ભાજપાએ જીતી હતી. આવામાં હવે તેમના પ્રધાનમંત્રી પદ પર રહેતા કેટલી સીટો ભાજપાને મળવી જોઈએ.  ભાજપાની સરકારે ગુજરાતમાં વીજળી પાણી માર્ગની સમસ્યા દૂર કરી અને તેને દંગા મુક્ત બનાવ્યો.