સોમવાર, 18 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 માર્ચ 2017 (17:30 IST)

રાજકોટમાં શહીદ દિન માટેના પોસ્ટરોમાં મોદી, શાહ અને રૂપાણી ઉપર લગાવાઈ કાળી શાહી

શહીદ દિવસની ઉજવણીને અનુલક્ષીને ભાજપ સરકાર તૈયારીઓ કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટના કાલાવડ રોડ ઉપર બેનરો પણ લગાડવામાં આવી રહ્યા છે.  આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાત સીએમ વિજય રૂપાણીના ચહેરા ઉપર કોઇ અજાણ્યા તત્વોએ શાહી લગાડી દીધી છે. જોકે, આ સાથે અન્ય બે ભાજપ નેતા જીતુ વાઘાણી અને ઋત્વિજ પટેલના ચહેરાઓને બાકી રહ્યા છે.

અજાણ્યા તત્વોની આ કરતૂતથી ભાજપ લાલઘૂમ થઈ ગઈ છે. આગામી ગુજરાત વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકિય દુનિયામાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે આગામી 23 માર્ચ શહીદ દિનને અનુલક્ષીને ભાજપ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં રાજકોટ શહેર યુવા ભાજપ લખેલું છે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતી વાઘાણી અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલની તસવિરો દર્શાવવામાં આવી છે. આ સાથે અન્ય સ્થાનિક ભાજપ નેતાઓની પણ તસવીરો લગાવવામાં આવી છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે માત્ર મોદી, શાહ અને રૂપાણીના ચહેરા ઉપર કાળી શાહી લગાવી હતી. જ્યારે જીતુ વાઘાણી અને ઋત્વિજ પટેલને શાહી લગાવવામાં આવી ન હતી. જોકે ટીખ્ખળબાજોના આ કૃત્યથી ભાજપના કાર્યકરોમાં ઉગ્ર રોષ ભરાયેલો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. રાજકોટમાં ઠેરઠેર યુપીમાં 300 અને ગુજરાતમાં 150 સીટ એ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા છે. ત્યારે મોદી, શાહ અને રૂપાણીના પોસ્ટરોને શાહી લગાડવામાં આવતાં રાજકીય ગરમીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ વાર છે છતાં ગુજરાતમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. ઉત્તરપ્રદેશમાં ભાજપને મળેલી જ્વલંત જીત બાદ રૂપાણીના શહેર એવા રાજકોટમાં ઠેરઠેર યુપીમાં 300 અને ગુજરાતમાં 150 સીટ એ પ્રકારના પોસ્ટર્સ લાગ્યા છે. ત્યારે મોદી, શાહ અને રૂપાણીના પોસ્ટરોને શાહી લગાડવામાં આવતાં રાજકીય ગરમીનો માહોલ જામ્યો છે.