સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 એપ્રિલ 2021 (23:01 IST)

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વજનોની સુવિધા માટે કંટ્રોલ રૂમ અને હેલ્પડેસ્ક કાર્યરત શરૂ

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટમાં દર્દીઓની સુવિધા માટે કંટ્રોલ રુમ અને હેલ્પડેસ્ક કાર્યરત કરવામાં આવ્યા છે. દર્દીઓના સ્વજનોને જરુરી માહિતી મળી રહે તે ઉદ્દેશથી આ હેલ્પડેસ્ક શરુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ દર્દી હોસ્પિટલમાં દાખલ હોય ત્યારે તેના  સ્વજનોને તેમની તબિયત વિષે સ્વભાવિક રીતે ચિંતા રહેતી હોય છે. 
 
આ સમસ્યાના ઉકેલરુપે સોલા સિવિલ હોસ્પિટલમાં હેલ્પ-ડેસ્ક અને કંટ્રોલ રુમ કાર્યરત કરવામાં આવ્યા છે. પરિણામે, દર્દીના સ્વાસ્થ્ય અંગેની જરુરી જાણકારી પ્રાપ્ત થઈ શકશે.
 
 
છે કે કોવીડ મહામારીના પગલે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ મોટી સંખ્યામાં દાખલ થઈ રહ્યા છે ત્યારે આ દર્દીઓના સ્વજનોને પીવાના પાણી અને જરુરી સુવિધા મળી રહે તે માટેના જરુરી આદેશ અમદાવાદ જિલ્લા કલેકટર સંદિપ સાગલે દ્વારા આપવામાં આવ્યા છે. અમદાવાદ સીટી ડેપ્યુટી કલેક્ટર(પશ્ચિમ)ના સંકલનમાં રહી અન્ય બે ઉચ્ચ અધિકારીઓને આ સંદર્ભે જવાબદારી સોંપવામાં આવી છે.