શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 ડિસેમ્બર 2020 (12:08 IST)

પિતાના અધૂરા સપનાં પુરા કરશે ફૈઝલ પટેલ, દત્તક વાંદરી ગામનો થશે વિકાસ

પિતાના અધૂરા સપનાં
કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહમદ પટેલના પુત્રએ ફૈઝલ પટેલે ડેડિયાપાળા ખાતે આવીલી એચ.એમ.પી હોસ્પિટલની મુલાકાત હતી અને આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહી સ્વ. અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. 
 
ફૈઝલ પટેલે મુલાકાત દરમિયાન ગ્રામજનો અને લોકોના પ્રશ્નો-રજૂઆતો હતી. ત્યારબાદ પિતા સ્વ. અહમદ પટેલે દત્તક લીધેલાં વાંદરી ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પિતાના અધૂરાં કાર્યો પૂર્ણ કરવાની ગ્રામજનોને ખાતરી આપી હતી.
 
વાંદરમાં અનેક નવા અને અધૂરાકામો પુરા કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ગ્રામજનોએ વાંદરીથી ફુલસર સુધીનો રસ્તો બનાવવા, ગામનો ગેટ બંધાવવા, વીજળી, દવાખાનામાં ડોક્ટરો વગેરે માટેની ગ્રામજનોની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમજ જલદી જ આ કામો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ગ્રામજનો દ્વારા વાંદરી ગામે સ્વ. એહમદ પટેલનું સ્ટેચ્યુ મૂકવાની માંગ કરી હતી.