ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 ફેબ્રુઆરી 2021 (17:47 IST)

એથ્લીટ કાગિસોની રબાડાએ પારુલ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે કરી ચર્ચા

પારુલ યુનિવર્સિટીનો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો વર્ચ્યુઅલ પદવીદાન સમારંભ યોજાયો હતો. મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાઉથ આફ્રિકાના હતા અને તેમની મનગમતા ક્રિકેટ એથ્લીટ કાગિસો રબાડા સાથે રૂબરૂ થવા મળ્યું તેનાથી આશ્ચર્યમાં મુકાયા હતા. 
 
રેડ બુલ એથ્લીટ કાગિસો રબાડા સાઉથ આફ્રિકન આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે રમતની બધી ફોર્મેટમાં રમે છે. તેણે નવેમ્બર 2014માં લિમિટેડ ઓવરની ક્રિકેટમાં સાઉથ આફ્રિકન ટીમમાંથી પદાર્પણ કર્યું હતું ,જે પછી નવેમ્બર 2015માં ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. જાન્યુઆરી 2018 સુધી તેણે આઈસીસી ઓડીઆઈ બોલર રેન્કિંગ અને આઈસીસી ટેસ્ટ બોલર રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. 
જુલાઈ 2018માં ટેસ્ટમાં 150 વિકેટ લેનારો તે સૌથી યુવાન બોલર બન્યો હતો. ધ રેડ બુલ એથ્લીટે 2020ની આઈપીએલમાં સ્પર્ધાના ઉત્તમ બોલર તરીકે પર્પલ કેપ જીતી હતી. 17 મેચમાં 30 વિકેટ સાથે એક સીઝનમાં સૌથી વધુ વિકેટો લેવાનો સર્વકાલીન લીગ રેકોર્ડ કરવા માટે તેને બે વિકેટ ઓછી પડી હતી. તે દિલ્હી માટે પેસ એટેકનો હિસ્સો હતો, જેની મદદથી ટીમ પહેલી વાર સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી હતી.
રબાડાએ વડોદરાની પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન સંદેશ આપ્યો, જ્યાં તેણે વિદ્યાર્થીઓને સ્નાતક થવા માટે અભિનંદન આપ્યા હતા અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી. તેણે કહ્યું, આ વર્ષ બહુ કપરું રહ્યું છે અને મને આશા છે કે આ પળથી તમારા જીવનમાં અમુક સ્થિતિસ્થાપકતા અને કટિબદ્ધતા આવે. તમને વધુ નહીં તો પણ સફળતા મળી રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.