ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (16:42 IST)

સુરતમાં સચિન GIDCમાં સ્નેહા ડાઇંગ મિલમાં અચાનક ભીષણ આગ ભભૂકી

surat gidc fire
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નબર ૨ પર આવેલી ડાઈંગ મિલમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શહેરના ચાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ડાઈન પ્રિન્ટિંગ મિલમાં અચાનક આગ ભભૂકી ઊઠવાની ઘટના સામે આવી છે. સચિન જીઆઈડીસી રોડ નબર ૨ પર આવેલી સ્નેહા ડાઈંગ મિલમાં અચાનક ભીષણ આગ લાગી ઉઠી હતી. મિલમાં આગ લાગવાની જાણ કર્મચારીને થતા મીલ માં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ વિભાગને કરાતા ફાયર કાફલો આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.સચિન જીઆઇડીસીમાં આવેલી સ્નેહા ડાંગ મિલમાં આગ લાગી હોવાની જાણ ફાયર ને થતા જ ફાયર વિભાગની મોટી ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. શહેરના ચાર ફાયર સ્ટેશન ની ટીમ આગ પર કાબૂ મેળવવા ઘટના સ્થળે પહોંચી આવી હતી. શહેરના ડુંભાલ, માન દરવાજા, ડીંડોલી, અને ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમ આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત સચિન જીઆઇડીસી અને કલર ટેક્સ કંપનીનો ફાયરનો કાફલો પણ આગ પર કાબૂ મેળવવા ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. અંદાજે 15 થી વધુ ફાયર ફાઈટર સાથેની ટીમ આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોંચી આવી હતી.સચિન જીઆઈડીસી સ્થિત રોડ નબર ૨ પર આવેલી સ્નેહા ડાઈંગ મિલમાં આગના કારણે ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી દેખાઈ રહ્યા હતા. આગને પગલે આ વિસ્તારમાં અફરા તફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. આ આગ ક્યાં કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. જોકે ફાયરની ટીમને ભારે જેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈપણ જાનહાની થવા પામી નથી