શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 જુલાઈ 2019 (11:15 IST)

ગોંડલમાં સ્ટેશન પ્લોટમાં પ્રેમીજનોએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ગોંડલ સ્ટેશન પ્લોટમાં અજાણ્યા યુવક-યુવતિએ જાહેરમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના સ્ટેશન પ્લોટ સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુ સામે અજાણ્યા યુવક-યુવતિએ લીમડાનાં વૃક્ષ સાથે દોરી બાંધીને સજોડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવને પગલે ગોંડલ શહેર પોલીસ ઘટના સ્થળે દોડી જઈને બંને યુવક-યુવતિના મૃતદેહને વૃક્ષ નીચે ઉતારીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતાં અને સજોડે આત્મહત્યા કરનાર બંને અજાણ્યા યુવક- યુવતિ કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.