અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સના ઝૂલાસણ ગામમાં હિન્દુઓ મુસ્લિમ મહિલાની પુજા કરે છે

શુક્રવાર, 19 મે 2017 (15:36 IST)

Widgets Magazine

 

guj news

ગુજરાતમાં અવકાશ યાત્રી સનીતા વિલિયમ્સના ગામમાં મંદિરમાં હિંદુઓ મુસ્લિમ દેવીની પૂજા કરે છે. અમદાવાદથી 40 કિલોમીટર દૂર આવેલા ‘ઝૂલાસણ’ નામનું ગામ આવેલું છે. આ ગામમાં એક ડોલા માતાનું મંદિર છે. જેમાં એક મુસ્લિમ મહિલાની પુજા કરવામાં આવે છે. ખુબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં હિંદુ ભક્તો આ મુસ્લિમ દેવીના આશિર્વાદ લેવા માટે આવે છે.

આ મંદિરને લઈને એવી વાયકા છે કે 250 વર્ષ પહેલા એક ડોલા નામની બહાદુર મુસ્લિમ મહિલા હતી. એક વખત ગામ પર ડાકુઓનો હુમલો થયો તો આ મહિલાએ બહાદુરીથી તેમનો સામનો કર્યો અને ગ્રામજનોની રક્ષા કરી હતી. તેમની સામે લડતા લડતા મુસ્લિમ મહિલાએ પોતાનો જીવ આપી દીધો હતો. આ મહિલાની યાદમાં ગ્રામજનોએ અહીં એક મંદિરનું નિર્માણ કરાવ્યું છે. ત્યાર બાદ અહીં ડોલા માતાની પૂજા કરવામાં આવી રહી છે. જોકે આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી પરંતુ એક પથ્થરનું યંત્ર છે. જેની ઉપર સાડી ચઢાવીને પૂજા કરવામાં આવે છે. એવી પણ આસ્થા છે કે ડોલામાતાની માનતા રાખવાથી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. આ ઉપરાંત ગામની એક મોટી ઓળખ એ પણ છે કે અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સના પિતાજીના પૂર્વજોનું આ ગામ છે. જ્યારે સુનીતા વિલિયમ્સ અંતરિક્ષ યાત્રા પર ગઈ હતી ત્યારે તેની યાત્રા પરથી સુકુશળ પરત ફરે તે માટે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. આ મંદિર ‘ડોલર માતા’ તરીકે પણ જાણીતું છે કારણ કે 7 હજારની વસ્તીમાંથી 1500 લોકો અમેરિકામાં સેટલ્ થયા છે. એટલા માટે અમેરિકા જવા ઈચ્છતા લોકોને વિઝા જલદી મળી અમેરિકા પહોંચે તે માટે અહીં પ્રાર્થના કરી માનતા રાખે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયોનલ બેચરાજીમાં હવે વિકાસ ગતી પકડશે

સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીએ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય ...

news

કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલની કવાયત - આજે અમદાવાદની ૧૬ બેઠકોની ચર્ચાઓ થશે

વિધાનસભાની ચૂંટણી ટાણે જ પ્રદેશ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ રાજકીય હિસાબ પતાવવા મેદાને ...

news

કપિલ શર્મા શોના ડો. મશહૂર ગુલાટી પર અમદાવાદમાં છેતરપિંડીનો ગુનો નોંઘાયો

કપિલ શર્માના શોમાં ડો. મશહૂર ગુલાટીના નામનથી ફેમસ થયેલા સુનીલ ગ્રોવર સાથે ઈવેન્ટ ...

news

Kulbhushan Jadhav મામલો - પાકિસ્તાને ICJ નો નિર્ણય ન માન્યો તો ભારત આગળ શુ કરશે ?

ઈન્ટરનેશનલ કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસી પર આખરી આદેશ આવવા સુધી રોક લગાવી દીધી છે. કોર્ટના ...

Widgets Magazine