રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2017 (12:36 IST)

Surat માં અનોખી પહેલ - વરરાજાને તમાકુનું વ્યસન હોય તો સમૂહલગ્નમાં નોંધણી નહીં થાય

બુધવારે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાયો ત્યારે લોકો નિર્વ્યસની બને તે માટે ઘણાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, સામાજિક જાગૃતિ માટે અગ્રેસર રહેતા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ વર્ષે તમાકુ નિષેધ દિવસે એક અનોખો અભિગમ શરૂ કરાયો છે. દર વર્ષે સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમા વરઘોડો નહીં કાઢનાર દંપત્તિનુ સન્માન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે નવા અભિગમના ભાગરૂપે જે વરરાજાને પાન-માવાનું વ્યસન હશે તો તેનું લગ્નોત્સવમાં રજિસ્ટ્રેશન નહીં કરાશે. વરરજાને પાન-માવાનું વ્યસન ન હોય તો જ સમૂહલગ્નોત્સવમાં લગ્ન નોંધણી થઇ શકશે.  વ્યસન મુક્તિ જાગૃતિ માટે આ નિર્ણય લેવાયો છે.  વરરાજ માટે વ્યસન ન હોય તો જ સમૂહલગ્ન આયોજનમાં નામ નોંધણી થાય તેવી પ્રથમ ઘટના છે.