રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (09:23 IST)

સુરતની 10 વર્ષની દિકરીએ ચાર વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચી કિડ્ઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

સુરતની 10 વર્ષીય સુરતી ગર્લ એ સૌથી નાની ઉંમરમાં સૌથી વધુ પુસ્તકો વાંચવા માટે શીર્ષક હેઠળ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સર્ટિફિકેટ મેળવી સુરતનું નામ કિડ્ઝ વિશ્વ રેકોર્ડમાં સોનેરી અક્ષરોએ લખી દેશનું ગૌરવ વધાર્યું છે. ચાર્વી ડોરાએ ચાર વર્ષમાં 2000થી વધુ પુસ્તકો વાંચી આ રેકોર્ડ બનાવ્યો છે. રેકોર્ડ બનાવનાર ચાર્વી હવે 1000 પુસ્તકો આંગણવાડીઓમાં ડોનેટ કરશે. ચાર્વીએ જણાવ્યું હતું કે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન USA દ્વારા 2020માં 2000 પૈકી 41 પુસ્તકોમાંથી પૂછવામાં આવેલા સવાલોના જવાબો આપ્યા બાદ આ વિશ્વ રેકોર્ડથી સન્માનિત થયા છે. એટલું જ નહીં પણ બાળકોમાં વાંચનને લઈ જાગૃતતા લાવવા બદલ તેમની માતાને ઇનસ્પાયરીંગ હ્યુમન કેટેગરીમાં સર્ટિફિકેટ સાથે સન્માનિત કરાતા તેમની ખુશી બમણી થઈ ગઈ છે. જ્યોતિબેન (ચાર્વીની માતા) એ જણાવ્યું હતું કે એકની એક દીકરી ચાર્વી ધોરણ-2થી જ વાંચન સાથે સંકળાયેલી છે. આજદિન સુધીમાં 2000 થી વધુ પુસ્તકો વાંચી કાઢ્યા છે. જેમાં વૈજ્ઞાનિક, સાહિત્યકાર, શિક્ષણ અને નોન શિક્ષણ સહિતના પુસ્તકોનો સમાવેશ થાય છે. વાંચનમાં પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઈલ મેન અબ્દુલ કલામજીના પુસ્તકો ચાર્વીના પસંદગીના પુસ્તકો રહ્યા છે. વાંચન બાદ ચાર્વીને ચેસ, સ્વિમિંગ, ગીત ગાવા અને ડ્રોઈંગનો શોખ છે.ચાર્વીએ ધોરણ-4 અને 5માં ગણિત, વિજ્ઞાન, જનરલ નોલેજ અને અંગ્રેજી વિષય ઉપર લેવાતી ઓલિમ્પિક એક્ઝામ્સમાં સ્કૂલમાં ટોપ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. આનંદની વાત એ છે કે બાળકોને અભ્યાસ કરાવી પોતાની આવકમાંથી ખરીદેલી 1000 પુસ્તકો આંગણવાડીના બાળકોને ડોનેટ કરવા જઈ રહી છે.રોહિત ડોરા (ચાર્વીના પિતા) એ જણાવ્યું હતું કે તેઓ ફેસિલિટી મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દીકરીના ટેલેન્ટમાં હંમેશા પીઠબળ આપતા આવ્યા છે. પણ સૌથી વધુ સમય અને મહેનત એક માતા એટલે કે તેમની પત્ની જ્યોતિ કરતી આવી છે. જ્યોતિ માત્ર દીકરી ચાર્વી માટે જ નહીં પણ બાળકોમાં વાંચનની જાગૃતતા આવે એ માટે પણ કામ કરી રહી છે એટલે જ્યોતિને પણ ઇનસ્પાયરીંગ હુમન કેટેગરીમાં વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાઈ છે એ ડોરા પરિવાર માટે બમણી ખુશી છે.