ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 જુલાઈ 2023 (11:39 IST)

સુરત જતી લક્ઝરી બસ પલટી, 10 લોકોને ઈજા

accident
Surat Bus accident news- ઉમરાડા રાજ્કોટ રોડ પર ખાનગી લક્ઝરી બસ પલટી જવાથી 10 લોકોને નાના-મોટી ઈજા પહોંચી હતી.  લક્ઝરી બસ ગારીયાધારથી સુરત જતી હતી તે સમયે ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હોવાની માહિતી મળી છે. 
 
ગારીયાધારથી સુરત જતી ખાનગી બસ ઉમરાળા તાલુકાના પરવાળા ગામ પાસે પલટી જતાં 10થી વધુ લોકોને ઇજા પહોંચી છે.  બસ ગારિયાધારથી સુરત જઈ રહી હતી, ત્યારે અકસ્માત નડ્યો હતો. સંતભૂમિ નામની ખાનગી લક્ઝરી બસ પલટી મારી ગઇ હતી. બસ પલટતા 10થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા છે, જ્યારે ઘાયલોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે.
 
ગારીયાધારથી સુરત જઈ રહેલી ખાનગી લકઝરી બસ પલટી જતાં મુસાફરોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગારીયાધારથી સુરત જતી ખાનગી બસ ઉમરાળા તાલુકાના પરવાળા ગામ પાસે પલટી મારી. ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હોવાની ચર્ચા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ટીંબી હોસ્પિટલ અને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.