બુધવાર, 1 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 મે 2022 (10:41 IST)

Surat- એક વર્ષના બાળક સાથે માતાનો આપઘાત

crime news
સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક વર્ષના બાળક સાથે માતાએ ઝેર પીધી આપઘાત કર્યુ.   બાદ તેમણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું મૃત્યુ થયું હતું.
 
ઘટનાની મળતી માહિતી મુજબ વરાછા શિવધારામાં રહેવાશ કરતાં જીગ્નેશ ગજેરા હીરાના કારખાના કામ કરતાં હોવાથી તે રોજ મુજબ બનાવના દિવસ પણ કારખાને ગયા હતા. ત્યારે બપોરના સમયે તેમની 30 વર્ષની પત્ની ચેતના ગજેરા 1 વર્ષના નાના પુત્ર અંશને લઈ ઘરેથી નીકળી ગઈ હતી. પડોશીને અંશ રડતો હોવાથી બહાર કચરો નાખવાને બહાનું કાઢ્યું હતું. જે બાદ તેઓ ઘરે પાછા ફર્યા ન હતા.

પરિવારના જણાવ્યા પ્રમાણે મૃતક ચેતનાબેનનો સંતુલન ખોરવાયું હતું.પણ હાલ કોઈ પારિવાર સમસ્યા કે ઝઘડો ન હતો. માનસિક સંતુલન ગુમાવી દેતાં પગલું ભર્યાની પરિવારે અંદેશો વ્યક્ત કર્યો છે