બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (14:09 IST)

જાણો કોણ છે સાવજી ઢોલકિયા, જે છેલ્લા કેટલા વર્ષોથી પોતાના કર્મચારીઓને દિવાળીમાં બોનસ રૂપે આપી રહ્યા છે કાર... !!

સૂરતના જાણીતા ડાયમંડ મર્ચંટ સાવજી ઢોલકિયા એકવાર ફરી દિવાળી બોનસના રૂપમાં પોતાના 600 કર્મચારીઓને કાર ભેટને લઈને ચર્ચામાં છે.  વર્ષ 2014, 2015, 2016, 2017માં પણ પોતાના એમ્પ્લોઈઝને આવી ભેટ આપીને ઢોલકિયા ખૂબ ચર્ચામાં રહ્યા હતા. હરિ કૃષ્ણા એક્સપોર્ટ્સ 2014માં 1312 એમ્પોલીઝને કાર અને મકાન આપ્યા હતા.  2015માં 491 કાર અને 200 મકાન બોનસના રૂપમાં આપ્યા. 2016માં બેસ્ટ પરફોરમેંસવાળા કુલ 1716 ઈમ્પોલોઈઝ પસંદ કરાયા. જેમણે મકાન કાર અને જ્વેલરી આપવામાં આવી.  કાર અને ફ્લેટ ગિફ્ટ આપીને ચર્ચામાં આવેલા આ કંપનીના માલિક સાવજી ઢોલકિયાની સ્ટોરી પણ કોઈ ફિલ્મથી ઓછી નથી. આવો જાણીએ કોણ છે સાવજી ઢોલકિયા.. 
 
 
- સાવજી ઢોલકિયા ગુજરાતના અમરેલી જીલ્લાના ડુઢાલા ગામના રહેવાસી છે. તેમણે 13 વર્ષની વયમાં શાળાની શિક્ષા છોડી દીધી અને સૂરતમાં પોતાની ચાચાના ડાયમંડ બિઝનેસમાં મદદ કરવા લાગ્યા. 
 
- 1984માં તેમણે પોતાના ભાઈ હિમંત અને તુલસી સાથે મળીને હરિ કૃષ્ણા એક્સપોર્ટ્સ નામથી જુદી કંપની શરૂ કરી. 
 
-  માર્ચ 2014 સુધી આવતા આવતા કંપનીનો ટર્નઓવર 2013ના મુકાબલે 2014માં 104 ટકા વધી ગયો. 
 
 -  હવે સાવજી ઢોલકિયાની કંપનીમાં 6 હજારથી વધુ એપ્લોઈઝ કામ કરે છે. તે ડાયમંડ જૂલરી બનાવીને વિદેશ નિકાસ પણ કરે છે.  એ કામ તેમની બે કંપનીઓ એચ.કે. ડિઝાઈંસ અને યૂનિટી જેવેલ્સ કરે છે. 
 
- સાવજી ઢોલકિયાનુ એચ. કે. જેવેલ્સ પ્રાઈવેટ લિ.ના દ્વારા દેશભરમાં બિઝનેસ ચાલે ચ હે. તેમનુ કિસના ડાયમંડ જ્વેલરી બ્રેંડ 6500 રિટેલ આઉટલેટ્સ દ્વારા આખા દેશમાં મળે છે. 
 
- ઢોલકિયાએ પોતાના કર્મચારીઓએન ભેટ આપવાની શરૂઆત 2011માં કરી. જો કે ગયા વર્ષે 2017ની દિવાળી પર તેમણે કર્મચારીઓને કોઈ ભેટ નહોતી આપી. 
 
- હરિ કૃષ્ણા ડાયમંડમાં& સાત હજાર કર્મચારીઓ કામ કરે છે. આ કંપનીનો વાર્ષિક ટર્નઓવર આઠ હજાર કરોડ છે અને તે અમેરિકા, બેલ્જિયમ સંયુક્ત અરબ અમીરા હોંગ કોંગ અને ચીન સહિત દુનિયાના 50થી વધુ દેશમાં નિકાસ કરે છે. 
 
- અરબપતિ હોવા છતા તેમણે તાજેતરમાં જ પોતાના પુત્ર દ્રવ્યને પૈસાના મહત્વની સીખ આપવા માટે ફક્ત 7 હજાર રૂપિયા સાથે કોચી શહેરમાં ખુદના દમ પર રોજી રોટી કમાવવા મોકલ્યો હતો. 
 
- હરે કૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક સાવજીભાઈ ઢોલકિયાએ આ વર્ષે કંપનીના ત્રણ એમ્પોલીને મર્સિડીઝ કાર ભેટ કરી હતી જેની કિમંત 1-1 કરોડ રૂપિયા છે.