શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2017 (12:45 IST)

સ્વચ્છતા મોબાઈલ એપ ડાઉનલોડ કરવામાં અમદાવાદ ટોચ પર

કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ નાગરિકો પોતાના વિસ્તારની સફાઇને લગતી ફરિયાદનો સ્થળ પરથી ફોટો પાડીને સંબંધિત વિભાગને ત્વરિત મોકલાવી શકે તે માટે ખાસ સ્વચ્છતા મોબાઇલ એપ લોન્ચ કરાઇ છે. કોર્પોરેશન દ્વારા મોબાઇલ સ્વચ્છતા એપને ડાઉનલોડ કરવા માટે વિવિધ પ્રકારનાં પ્રોત્સાહનો નાગરિકોને અપાયાં હતાં. જેનાં ફળ સ્વરૂપે દેશભરમાં સ્વચ્છતા મોબાઇલ એપ ડાઉનલોડ કરવામાં અમદાવાદ નંબર વન શહેર બન્યું છે.

શહેરના મેયર ગૌતમ શાહ આ અંગે વધુ માહિતી આપતાં કહે છે કે કેન્દ્ર સરકાર દ્વારા વસ્તીના માપદંડના આધારે અમદાવાદ કોર્પોરેશનને ૧,૧૧,૭૦૦ સ્વચ્છતા મોબાઇલ એપ ડાઉનલોડ કરવાનો લક્ષ્યાંક અપાયો હતો, પરંતુ સ્વચ્છ ભારત મિશન હેઠળના સિટી રેન્કિંગમાં સ્વચ્છતા મોબાઇલ એપ ડાઉનલોડ કરવાના મામલે અમદાવાદ શહેરમાં ૧,૧૩,૪૦૦ નાગરિકોએ સ્વચ્છતા મોબાઇલ એપ ડાઉનલોડ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમગ્ર દેશમાં પ્રથમ નંબરે આવ્યું છે. બીજા ક્રમાંકે આવેલ શહેરમાં સ્વચ્છતા મોબાઇલ એપ ડાઉનલોડ કરવાના મામલે અમદાવાદ કરતાં પ૦ ટકા પણ નાગરિકો આગળ આવ્યા નથી. સ્વચ્છતા મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ ગઇ કાલ ર૮ ફેબ્રુઆરી ર૦૧૭ સુધી લંબાવાઇ હતી.