રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 મે 2019 (17:26 IST)

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગતાં 10 લોકો ફસાયા

સુરતમાં સરથાણા જકાતનાકા પાસે સ્થિત તક્ષશિલા આર્કેડમાં બીજા માળે અચાનક ભીષણ આગ લાગતા ચકચાર મચી જવા પામી છે. ભીષણ આગના કારણે આ આર્કેડમાં 10 થી વધુ લોકો ફસાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. અહીં તાત્કાલિક ધોરણે અગ્નિશામક વિભાગના લોકોની 10 જેટલી ગાડીઓ પહોંચી ગઈ છે. આગના પગલે સિટી બસના સ્ટોપ પણ ચેન્જ કરી દેવામાં આવ્યાં છે. આગના ધૂમાડા દૂર દૂર દેખાતા લોકોમાં ભયની સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો છે.આગ બેકાબુ રીતે ભીષણ બનતાં મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેથી આસપાસના અન્ય ફાયર સ્ટેશનના ટેન્કર સહિતની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી આવી રહી છે.
 
 
 
 
Attachments area