બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2023 (13:06 IST)

Surat News - સુરતમાં દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

Surat news
Surat news
પીડીતાના પરિવારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 10 લાખ વળતર ચૂકવવા હુકમ
 
Surat Crime  માર્ચ-2023માં સુરતના ચોર્યાસી તાલુકાના કપ્લેથા ગામની માત્ર દોઢેક વર્ષની બાળકીને બદકામના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને હત્યા કરનાર 23 વર્ષીય આરોપી ઈસ્માઈલને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ એટ્રોસીટી સિવાયના તમામ ગુનામાં દોષી ઠેરવી પૈન્ડીગ રાખેલો ચૂકાદો આજે જાહેર કર્યો હતો. સરકારપક્ષે આરોપી વિરુધ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીનો ગણીને દોષિત ઈસ્માઈલ હજાતને ફાસીની સજા, 1 હજાર દંડ તથા પીડીતાના પરિવારને 10 લાખનુ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
 
આરોપી દોડીને ભાગી જતો હોય તેવા સીસીટીવી ફુટેજ મળ્યા
મૂળ નવસારીના જિલ્લાના ચીખલી તાલુકાના આલીપુરના વતની અને છુટક મજુરી કરી માતા પિતા સાથે ભાડાના મકાનમાં રહેતા 23 વર્ષીય આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાત(રે.સરદાર ફળીયું,કપ્લેથા તા.ચોર્યાસી)ને ફરિયાદી મહીલાના પતિ સાથે મિત્રતાના સંબંધ હોઈ તેના ઘરે આવવા જવા તથા દોઢ વર્ષની માસુમ બાળકીને રમાડવા બહાર લઈ જવા સુધીના સંબંધ હતા.આરોપી ઈસ્માઈલ હજાત ગઈ તા.27-2-23ના રોજ ફરિયાદીના ઘરે જતાં તેની એક વર્ષ નવ મહીના તથા 17 દિવસની વયની દીકરી રડતી હતી. તેથી માસુમ બાળકીને વેફર અપાવવાના નામે બદકામ કરવાના ઈરાદે કપ્લેથા ગામના તળાવ નજીક એક અવાવરુ મકાનના વાડામાં લઈ જઈને બાળકીની નાભિના ભાગે બચકાં ભરી ઈજા કરીન દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યા બાદ હત્યા કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર ક્યાં છે તેવું આરોપીને પુછતાં હું હમણાં લાઉં છું તેવું કહીને આરોપી દોડીને ભાગી જતો હોય તેવા સીસીટીવી ફુટેજ મળ્યા હતા. ત્યારબાદ બાળકીની શોધખોળ કરતાં ઘટના સ્થળેથી મૃત્ત હાલતમાં બાળકી મળી આવી હતી.
 
59 સાક્ષીઓ તથા 70 દસ્તાવેજી પુરાવા રજુ કરાયા
જેથી સચીન પોલીસે માસુમ બાળકીને વાલીપણાના કબજામાંથી બદકામ કરવાના ઈરાદે લઈ જઈ દુષ્કર્મ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને ગંભીર ઈજા પહોંચાડી હત્યાના ગુનામાં આરોપી ઈસ્માઈલ હજાતની ગઈ 28મી ફેબુ્આરીએ ધરપકડ કરી જેલભેગા કરી નિયત સમય પહેલાં જ ચાર્જશીટ રજુ કરી દીધી હતુ.સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી વિરુધ્ધ ચાર્જફ્રેમ થયા બાદ માત્ર પાંચ જ મહીનના ટુંકાગાળામાં સ્પીડી ટ્રાયલ ચલાવીને કુલ 59 સાક્ષીઓ તથા 70 દસ્તાવેજી પુરાવા રજુ કરીને સરકારપક્ષનો કેસ નિઃશકપણે સાબિત કર્યો હતો.જેથી પોક્સો કેસોની ખાસ અદાલતે આરોપી ઈસ્માઈલ હજાતને એટ્રોસીટી એક્ટના ભંગના ગુના સિવાય તમામ ગુનામાં દોષી ઠેરવતો હુકમ કર્યો હતો.
 
વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.10 લાખ વળતર ચૂકવવા હુકમ 
જેથી મોડી સાંજે દોષી ઠરેલા ઈસ્માઈલ હજાતની વિરુધ્ધ માસુમ બાળકી પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય તથા હત્યા જેવા ગંભીર ગુના આચર્યા હોઈ સરકારપક્ષે આરોપી વિરુધ્ધના કેસને રેરેસ્ટ ઓફ રેર ગણીને કેપીટલ પનીશમેન્ટની મહત્તમ સજા-દંડ તથા ભોગ બનનારના પરિવારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા પણ માંગ કરી હતી.જ્યારે આરોપીના બચાવપક્ષે લીગલ એઈડના વકીલ પંચોલીએ આરોપી યુવાન વયના હોવા ઉપરાંત માતા-પિતા તથા એક બહેનનું ભરણ પોષણ કરતા હોઈ ગુનાઈત ઈતિહાસ ન હોઈ મહત્તમને બદલે ઓછી સજા કરવા માંગ કરી હતી.જેથી બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે ચુકાદો આગામી તા.૨જી ઓગષ્ટ સુધી મુલત્વી રાખ્યો છે. આજે ઉઘડતી કોર્ટના સમયે ભરી અદાલતમાં દોષી  ઈસ્માઈલ હજાતને  ઈપીકો 376(એ)(બી) પોક્સો એકટની કલમના ભંગ બદલ ઈસ્માઈલ હજાતને પીટલ પનીશમેન્ટની સજા, 1 હજાર દંડ તથા ભોગબનનાર બાળકીના પરિવારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.10 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.