1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 22 મે 2022 (11:05 IST)

વાતાવરણમાં પલટો થતાં ટાઢક પ્રસરી, આ તારીખથી થશે વરસાદનું આગમન

રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાં રાહત મળી છે. પાલનપુર,તો આ તરફ અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોમાં ચિંતા છે.જો કે હાલ તો લોકોને ગરમીથી રાહત મળી છે. વામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેથી હવે લોકોને ગરમીથી આંશિક રાહત મળશે તેવી સંભાવના છે. રાજ્યમાં શરૂ પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.  25 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ શામળાજી પંથકમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે. તો મહિસાગર જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
 
ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમા પલટો જોવા મળ્યો છે. બંને જિલ્લાામા આકાશ વાદળોથી ઘેરાઈ ગયુ છે. જે વાતાવરણના પ્રિમોન્સૂન એક્ટિવિટીના સંકેત છે.
 
હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટિનો પ્રારંભ થશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. ૧૫ થી ૨૦ જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદનું પ્રમાણ સાધારણ રહે તેવી સંભાવના છે. શનિવારે સાંજ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સાંજ પડતા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
 
રાજ્યમાં આગામી 4-5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. હવામાન વિભાગના મતે હવે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જવાની સંભાવના નહીવત છે. શનિવારે સૌથી વધુ ગરમી પાટણમાં 42.4 ડિગ્રી નોંધાઈ. જ્યારે ગાંધીનગર જૂનાગઢ, વડોદરા, ભાવનગરમાં પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.
 
તો બીજી તરફ, ગુજરાતના લોકોને આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. જોકે, હાલમાં રાજ્યમાં હિટવેવની કોઈ આગાહી નથી. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળશે.