શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (10:23 IST)

ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, મહુવામાં કાર ઝાડ સાથે ટકરાતા 3ના મોત

સુરતના મહુવામાં વહેલી સવારે કાર ઝાડ સાથે અથડાતા ત્રણ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ૩ લોકોના મોત નીપજ્યાં હતાં.
 
જ્યારે બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કારમાં સવાર પાંચેય વ્યક્તિ મૂળ નવસારીના ચીખલીના હોવાનું સામે આવ્યું છે.
 
ઘટનાની વિગતો એવી છે કે, મારૂતી સુઝુકીની અર્ટીગા કાર નંબર ના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. જેના કારણે કારમાં સવાર પાંચ લોકોમાંથી ૩નાં મોત થયા છે જ્યારે બે લોકોને ઈજાઓ થતાં સારવાર માટે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.