1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 નવેમ્બર 2022 (07:55 IST)

દિલ્હીના ચાંદની ચોકમાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ

The fire in Delhi's Chandni Chowk
ગુરુવારે દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. ચાંદની ચોકના ભગીરથ પૅલેસ માર્કેટમાં આગ લાગવાથી ઘણી દુકાનો ઝપેટમાં આવી ગઈ છે.
 
એક ઈમારતમાંથી શરૂ થયેલી આગને ઓલવવા માટે આખી રાત પ્રયાસો ચાલુ રહ્યા હતા.
 
અધિકારીઓનું કહેવું છે કે, “હજુ સુધી આગ કાબૂમાં કરી શકાઈ નથી.”
 
દિલ્હી ફાયર સર્વિસના નિદેશક અતુસ ગર્ગે શુક્રવાર સવારે જણાવ્યું કે, “સ્થિતિ સારી નથી.”
 
તેમણે કહ્યું કે, “ફાયર બ્રિગેડની 40 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ઈમારતનો મોટો ભાગ આગમાં નષ્ટ થઈ ગયો છે.”
 
ફાયર વિભાગ આગ ઓલવવા માટે રિમોટ કંટ્રોલ મશીનોનો પણ ઉપયોગ કરી રહ્યું છે.
 
ઘટના સ્થળની તપાસ કરવા પહોંચેલા પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, “જે ઈમારતમાં આગ લાગી હતી, તે ધીમે-ધીમે પડી રહી છે કારણ કે તેના બે માળ સંપૂર્ણ બળી ગયા છે.”
 
તેમણે જણાવ્યું હતું કે, “ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ ઘટના સ્થળ પર હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.”
 
ગુરુવારે રાત્રે લગભગ સવા નવ વાગ્યે ફાયર વિભાગને આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. ત્યારે આગ ઓલવવા માટેની 30 ગાડીઓ ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી.