શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 નવેમ્બર 2021 (13:11 IST)

લગ્નના 12 કલાક પહેલાં વરરાજાનું મોત

લગ્નના 12 કલાક પહેલાં વરરાજાનું મોત
રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના જહાઝપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે એક ટ્રેક્ટર દ્વારા 23 વર્ષીય ફોટોગ્રાફરને કચડી નાખવામાં આવ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રવિવારે રાત્રે તેના લગ્ન હતા. દુલ્હનનો સાંજે ગૃહપ્રવેશ થવાનો હતો. 
 
ગ્રામજનોએ જણાવ્યું હતું કે મુકેશ સરદાર મીણાનો એકમાત્ર પુત્ર હતો. તે સ્ટુડિયો ચલાવતો હતો. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. ફેરા લગભગ 8 વાગ્યાની આસપાસ થવાના હતા. એ પહેલા તેનું મૃત્યુ થયું હતું.  ધારાસભ્ય પણ ધરણાં સ્થળે પહોંચ્યા