ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (11:49 IST)

ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 2 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

largest amount of drugs in the history of Gujarat was seized
largest amount of drugs in the history of Gujarat was seized


- ગુજરાતના પોરબંદરના સમુદ્રી સીમા પરથી પકડાયુ 3100 કિલો ડ્રગ 
- નેવીએ કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશનમાં મળી આ સફળતા 
- ઓપરેશનમાં પકડાયેલા ડ્રગ્સના પેકેટ પર પાકિસ્તાનમાં બનવાનો ઉલ્લેખ 

ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં ATS, NCB અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારે 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં ઇરાની બોટમાં ડ્રગ્સ હતુ. પકડાયેલા ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ જેટલી હોવાનો અંદાજ છે.

દરિયા કિનારે જથ્થો ઉતરે તે પહેલા જ મોટી સફળતા છે. ઇરાની બોટમાંથી 5 પાકિસ્તાની પેડલરો ઝડપાયા છે. તેમજ 2950 કિલો ચરસ, 160 કિલો મેથામ્ફેમાઇનનો જથ્થો મળ્યો છે. તેમજ 25 કિલોગ્રામ મોર્ફિનનો જથ્થો ઝડપાયો છે. પોરબંદરના દરિયામાંથી અંદાજીત 3 ટન (3,100 KG) જેટલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. ઈરાની બોટમાંથી 5 પેડલરોને મોડી રાત્રે પોરબંદર લાવવામાં આવ્યા છે. ભારતીય જળસીમામાં ATS, NCB, નેવીનું સંયુક્ત ઓપરેશન હતુ. ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.પકડાયેલા ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ જેટલી હોવાનો અંદાજ છે. ડ્રગ્સ દરિયા કિનારે ઉતરે તે પહેલા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ડ્રગ્સ દક્ષિણ ભારત તરફ લઇ જવામાં આવી રહ્યું હતું તેમ સૂત્રોએ જણાવ્યું છે.

ભારતીય નૌકાદળ, ગુજરાત પોલીસ અને NCB દ્વારા સફળ સંયુક્ત ઓપરેશનમાં, ગુજરાતના દરિયાકાંઠેથી આશરે 3,132 કિલો ડ્રગ્સ વહન કરતું એક શંકાસ્પદ જહાજ પકડાયું હતું. પીએમ નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન આ ઓપરેશન ડ્રગ્સ મુક્ત ભારત માટેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તેમની ઉત્કૃષ્ટ રીતે ઓર્કેસ્ટ્રેટેડ ટીમવર્ક માટે સામેલ દરેકને અભિનંદન.ઈરાની બોટમાં 3000 કિલો ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચેય પેડલરોને સુરક્ષા એજન્સીઓ દ્વારા મંગળવારની મોડી રાત્રે પોરબંદરના દરિયા કિનારે લઈ આવવામાં આવ્યા હતા. બોટ અને ડ્રગ્સ સાથે પોરબંદર લાવવામાં આવેલા હાથ તમામ પેડલરોને ગુપ્ત જગ્યાએ ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.