શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 21 ઑગસ્ટ 2023 (15:04 IST)

"હર હર મહાદેવ'ના નાદ કરતા ઉતરાખંડ અકસ્માત પહેલાનો છેલ્લો વીડિયો

ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર રવિવારે બસ જઇ રહી હતી. જેમાં ગુજરાતના 35 યાત્રિકો સવાર હતાં. તમામ પોતાની મોજમાં મસ્ત અને ભક્તિમાં લીન હતા.
 
ચારધામની યાત્રાએ ગયેલા પતિ-પત્ની, બહેન-ભાઈ, મિત્રો મહાદેવની ભક્તિમાં લિન હતા. બસમાં ગાઈડ તમામને સ્થળ વિશે જાણકારી આપી રહ્યા હતા. 
 
 ઉત્તરાખંડમાં ગુજરાતીઓની બસને થયેલા અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે... હર હર મહાદેવનો નાદ બોલાવતા હતા યાત્રિકો...બસને અકસ્માત થતા સાત લોકોએ ગુમાવ્યા છે જીવ
 
આ ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને બાદમાં વૃક્ષો વચ્ચે અટકી ગઈ હતી. જેમાં ગુજરાતના 35 પૈકી ભાવનગરના સાત યાત્રિકોનાં મોત નીપજ્યાં હતા.