મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 માર્ચ 2023 (10:28 IST)

નશામુક્તિ કેન્દ્રમાં થર્ડ ડિગ્રી! દર્દીને દોઢ કલાક માર માર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લગાવી આગ

ગુજરાતના પાટણ શહેરમાં એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં રહેતા એક દર્દીને ના ફક્ત ખરાબ રીતે મારવામાં આવ્યો, પરંતુ તેના પ્રાઈવેટ પાર્ટને પણ સળગાવી દેવામાં આવ્યો. બીજી તરફ દર્દીનું મૃત્યુ થતાં કેન્દ્રના મેનેજરે બીમારીના કારણે આવું થયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોની હાજરીમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે વ્યસન મુક્તિ કેન્દ્રના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
 
આ કેસમાં પોલીસે સેન્ટર મેનેજર સહિત સાત લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. સાથે જ પોલીસે ઘટનાસ્થળેથી છ આરોપીઓની પણ ધરપકડ કરી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર, સીસીટીવી જોતા જણાય છે કે આરોપીએ દર્દી સાથે લગભગ દોઢ કલાક સુધી કોઈ મુદ્દે મારપીટ કરી હતી.
 
આખરે જ્યારે દર્દીનો શ્વાસ રોકાઇ ગયો તો આરોપીઓએ બર્બરતા દાખતવતાં તેના પ્રાઇવેટ પાર્ટ પર પેટ્રોલ નાખીને આગ લગાવી ધીધી. પોલીસે જણાવ્યું કે આ બર્બરતા બાદ દર્દી હાર્દિક સુધીરનું મોત થયું હતું. ત્યારબાદ સેન્ટર મેનેજમેન્ટે તેના પરિવારના સભ્યોને બોલાવીને જણાવ્યું કે તેનું મૃત્યુ બીમારીના કારણે થયું હતું. સંબંધીઓએ પણ સેન્ટર મેનેજરની વાત માની લીધી અને શાંતિથી અંતિમ સંસ્કાર કર્યા.
 
પરંતુ પોલીસને શંકા ગઇ હતી. ઘટનામાં પોલીસ પુરાવા શોધી રહી હતી ત્યારે પોલીસે સેન્ટરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસને એક ફૂટેજ મળ્યું જેમાં કેટલાક લોકો યુવક પર હુમલો કરી રહ્યા છે. ઓળખ કરતાં જાણવા મળ્યું કે આ યુવક બીજું કોઈ નહીં પણ હાર્દિક સુધાર છે.
 
પીઆઈ મેહુલ પટેલે જણાવ્યું કે, વ્યસન મુક્તિ કેન્દ્રના સીસીટીવી ફૂટેજ જોયા બાદ મેનેજર સંદીપ પટેલ અને તેના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાતમા આરોપીની શોધ ચાલુ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દર્દી હાર્દિક સોઢાર આત્મહત્યા કરવા માંગતો હતો. કેન્દ્રમાં તૈનાત કર્મચારીઓએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે તેમને બચાવવા માટે માર મારવામાં આવ્યો હતો. જો કે પોલીસ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે.