અમદાવાદમાં જાનૈયાઓએ પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, જાણો શું છે સમગ્ર મામલો
રાજ્યમાં કોરોના મહામારીના વધતા જતા પ્રકોપના કારણે ઘણા શહેરોમાં રાત્રિ ફરફ્યુંનો અમલ કરવામાં આવે છે. આ ક્રમમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 9 વાગ્યાથી માંડીને સવારે 6 વાગ્યા સુધી ફરફ્યુંનું પાલન કરવામાં આવે છે. જોકે ઘણી એવી ઘટનાઓ બને છે જ્યાં પોલીસ દ્વારા નિયમ ભંગ કરનારાઓના વિરૂદ્ધ કાર્યવાહી કરતી વખતે પોલીસ સાથે ઘર્ષણ થયું છે. અમદાવાદમાં એવી જ ઘટના સામે આવી, જ્યાં એક પરિવારના 11 સભ્યોએ પોલીસ પર હુમલો કર્યો હતો. હુમલામાં બે પોલીસકર્મીઓને ઇજા પણ પહોંચી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના વેજલપુરના સોનમ સિનેમા રોડ પર પોલેસ નાઇટ ફરફ્યુંનું પાલન કરાવી રહી હતી. એવામાં બે એક્ટિવા અને રિક્શામા બેસી કેટલાક લોકો રોડ પર જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા, જેના લીધે પોલીસે તેમને અટકાવ્યા હતા. પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે તે લગ્નમાંથી પરત આવી રહ્યા હતા અને તેમની સાથે દુલ્હન પણ છે. જેથી ખુશી વ્યક્ત કરવા ચિચિયારી પાડી રહ્યા હતા. તેના પર પોલીસે તેમને આ પ્રકારનું વર્તન ન કરવાની સલાહ આપી. પોલીસના આમ કહેવા પર તેમણે પોલીસ સાથે બોલાચાલી કરી પછી પોલીસ પર હુમલો કર્યો.
આ સમગ્ર કેસમાં પોલીસ સાથે બોલાચાલી કરનાર અને પોલીસ હુમલોક કરનાર 11 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણેય લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઝહીર શેખ, અયાઝ ઝહીર અને અનસ શેખની ધરપકડ કરવામાં આવી, જ્યાર મોહમંદ જૈદ ફરઝાન બાનૂ, આબિદ મંસૂરી, મોહમંદ અલમાસ, સમીમ બાનૂ, ફરજાના, અફસરા અને ઇમરાન શેખની ધરપકડ કરવાની બાકી છે.