શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 3 નવેમ્બર 2020 (20:01 IST)

ગુજરાત પેટાચૂંટણી - ગુજરાતમાં વિધાનસભાની 8 સીટો પર સરેરાશ 57.29% મતદાન

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે આજે સવારે મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. કોરોનાકાળમાં પ્રથમવાર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મતદારોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. મતદાન પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યાં છે. વહેલી સવારે 7 વાગ્યથી મતદાનની પ્રક્રિયા શરૂ થતાં મતદારોની લાઇનો જોવા મળી રહી છે, તો બીજી તરફ સવારથી જ અનેક કેન્દ્રો પર ઈવીએમ ખોટકાયાની ફરિયાદ ઉઠી છે.
- ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર 5 કલાકમાં એટલે બપોરના 12 કલાક સુધીમાં23.29 ટકા મતદાન નોંધાયુ છે. જેમા સૌથી વધુ મતદાન ડાંગમાં 39.45 ટકા થયુ છે. લીંબડીમાં 25.77, મોરબીમાં 24.15, કરજણમાં 22.95, અબડાસામાં 22, ગઢડામાં 21.74, કપરાડામાં 17.26 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે સૌથી ઓછુ મતદાન ધારીમાં 16.04 ટકા નોંધાયુ છે.

ગુજરાત પેટા ચૂંટણી  57.29 ટકા સરેરાશ વોટિંગ
 
ધારી 42.18%  મતદાન
ગઢડા 47.86%  મતદાન
કપરાડા 67.34%  મતદાન
કરજણ 65.94%  મતદાન
લીંબડી 51.88%  મતદાન
મોરબી 51.88% મતદાન
અડાસા 57.78 %  મતદાન
 
ડાંગ 74.71%  મતદાન

-
- વાયરલ વીડિયો બાદ અમિત ચાવડાની પ્રતિક્રિયા
- ભાજપનો જનાદેશ ખરીદવાનો પ્રયાસ: ચાવડા
- પહેલા નેતા હવે મતદારો ખરીદવાનો પ્રયાસ: ચાવડા
- મતદારોને જવાબ આપવા કરી અપીલ: ચાવડા
- કચ્છ અબડાસા પેટા ચૂંટણી મામલે કોંગ્રેસનો આક્ષેપ
- ચૂંટણી અધિકારીને લેખિત ફરીયાદ કરી
- મોટી વેડહાર ગામના બુથ પર ભાજપના કાર્યક્રરોની ધાકધમકી
- “મોટી વેડહાર બુથ પર ભાજપ કાર્યકરોની ધાકધમકી’
- વાંકુ ગામે પણ ભાજપ સમર્થકો દ્વારા દાદાગીરી
-કરજણમાં મતદાનના વીડિયો વાયરલ
- ભાજપ – કોંગ્રેસને મત કરતા ફોટો – વીડિયો
- મતદાન કરતા ફોટો – વીડિયો વાયરલ
- શિનોરના સાધલીના હોવાની ચર્ચા
- વીડિયો મુદ્દે ભાજપ – કોંગ્રેસના એકબીજા પર પ્રહાર
- અમિત ચાવડા કરજણનો વીડિયો ટ્વીટ કર્યો
 
- મોરબીમાં બોયઝ હાઈસ્કૂલ નજીક ભાજપના ધારાસભ્યનો મતદારોને સમજાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મતદાન મથક નજીક ભાજપના ધારાસભ્ય મતદારો સાથે વાત કરતા નજરે પડે છે. બોયઝ હાઈસ્કૂલમાં ભાજપની પત્રિકા વેચતા કૉંગ્રેસે મતદાન બંધ કરાયુ છે.
- ગુજરાત આઠ વિધાનસભા પેટા ચૂંટણી મતદાન
- ભાજપના સ્ટાર પ્રચારક અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા મતદાન કર્યું
- અબડાસા બેઠકના સુખપર રોહા ગામે મતદાન કર્યું
- ગુજરાત પેટાચૂંટણીમાં 12 વાગ્યા સુધીમાં 23.29% મતદાન
અબડાસામાં અત્યાર સુધી 22% મતદાન
ડાંગમાં અત્યાર સુધી 39.60% મતદાન
ધારીમાં અત્યાર સુધી 16.04% મતદાન
ગઢડામાં અત્યાર સુધી 21.74% મતદાન
કપરાડામાં અત્યાર સુધી 17.26% મતદાન
કરજણમાં અત્યાર સુધી 22.95% મતદાન
લીંબડીમાં અત્યાર સુધી 25.77% મતદાન
મોરબીમાં અત્યાર સુધી 24.15% મતદાન
- ગુજરાતમાં 10 વાગ્યા સુધી સરેરાશ 12.59 % ટકા મતદાન
મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પત્ની સાથે પૂજા કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્રિજેશ મેરજાએ મતદાન શ્રેષ્ઠ દાન હોવાનું કહી લોકોને મતદાન કરવા અપીલ કરી છે. વલસાડ કપરાડા વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવારે જીતુભાઈ ચૌધરીએ કાકડકોપોર ગામે મતદાન કર્યું હતું. તો આ તરફ લીંબડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી અંતર્ગત ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ મતદાન કર્યું હતું. પદ્યુમન જાડેજા, સૂર્યકાંત ગામિત, અબડાસા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર શાંતિલાલ સેંધાણીએ મતદાન કર્યું હતું. 
 
તો બીજી તરફ કરજણ અનેક જગ્યાએ ઇવીએમ મશીનો ખોટવાયા હોવાની ફરિયાદ સામે આવી છે. ઇવીએમ મશીન ખોટવાતા 15 મોડું મતદાન થયું હતું. આ ઉપરાંત ગઢડા અને કરજણમાં પણ ઇવીએમ મશીન ખોટવાઇ ગયા હતા. 
 
સવારે 9 વાગ્યા સુધીમાંતમામ બેઠકો પર બહુ જ ઓછું મતદાન નોંધાયું છે. 8 બેઠકો પર 9 વાગ્યા સુધી સરેરાશ 6 ટકા મતદાન નોંધાયું છે. જેમાં મોરબીમાં 5 ટકા, ગઢડામાં 5 ટકા, લીંબડીમાં 5 ટકા, ધારીમાં 5.5 ટકા, કરજણમાં 6 ટકા, કપરાડામાં 6 ટકા, ડાંગમાં 6 ટકા અને અબડાસામાં 4.5 ટકા મતદાન નોંધાયું છે. 
ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્નાની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી પંચ કાર્યાલયમાં વેબ કાસ્ટિંગ કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં 900 કેમેરાથી સજ્જ મતદાન મથકો ઉપર સીધું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મતદાન મથક ઉપર કોઈપણ જાતની ગડબડી થાય અથવા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ દેખાય તો અહીંથી આદેશ કરવામાં આવશે. 
સામાન્ય રીતે ક્રિટીકલ બુથ અને એરો દ્વારા કરવામાં આવી ભલામણોને આધારે વેબ કાસ્ટિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ ગાંધીનગરથી સીધી રીતે ઉચ્ચ કક્ષાના અધિકારીઓના મોનિટરીંગમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 8 બેઠકોની પેટાચૂંટણી પર 8 થી વધુ કોમ્પ્યુટર દ્વારા વેબ કાસ્ટિંગની પળેપળની વિગતો મેળવવામાં આવી રહી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. પરિણામ 10 નવેમ્બરના રોજ આવશે. આ તમામ તે સીટ છે, જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા બાદ ખાલી પડી હતી. આઠમાંથી પાંચ ઉમેદવારો ફરીથી મેદાનમાં છે, પરંતુ આ વખતે આ ઉમેદવારો ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.  
આ ઉમેદવારો પ્રદ્યુમનસિંહ જાડેજા (અબાડાસા), બ્રિજેશ મેરજા (મોરબી), જેવી કાકડિયા (ધારી), અક્ષય પટેલ (કરજણ) અને જીતૂ ચૌધરી (કપરાડા) છે. અન્ય ત્રણ સીટો પર ભાજપના ઉમેદવાર પૂર્વમંત્રી આત્મારામ પરમાર (ગઢડા), કિરીટ રાણા (લિંબડી) અને વિજય પટેલ (ડાંગ) છે.  
 
 
ઉમેદવાર 81, પરંતુ ભાજપ-કોંગ્રેસમાં સીધો મુકાબલો
 
કુલ 81 ઉમેદવાર મેદાનમાં છે. મુખ્ય મુકાબલો સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ગણવામાં આવી રહ્યો છે. સૌથી વધુ ઉમેદવાર લિંબડી અને સૌથી ઓછા ઉમેદવાર કપરાડામાં છે. કરજણ અને ડાંગમાં નવ-નવ, અબડાસામાં 10 અને ધારીમાં 11 તથા મોરબી અને ગઢડામાં 12-12 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે.