બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (12:44 IST)

શિક્ષકો માટેની 'કાયઝાલા' એપ મુદ્દે ફેર વિચારણા કરાશે : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ગુજરાત સરકાર દ્વારા 5 સપ્ટેમ્બર શિક્ષક દિનનાં રોજ શિક્ષકો માટે 'કાયઝાલા એપ્લિકેશન' ફરજિયાત કરવાની જાહેરાત કરી હતી. જોકે, શિક્ષકોનાં વિરોધને કારણે રાજ્ય સરકારે 'કાયઝાલા એપ્લિકેશન' આવતીકાલથી લાગુ નહિ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા હવે 'કાયઝાલા એપ્લિકેશન' મુદ્દે ફેર વિચારણા કરાશે. આ એપ' અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ નિવેદન આપતા કહ્યું કે, 'શિક્ષકોનાં વિરોધને લીધે રાજ્ય સરકારે 'કાયઝાલા એપ્લિકેશન' મુદ્દે ફેર વિચારણા નિર્ણય કરાયો છે.' 

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી શાળાનાં તમામ શિક્ષકો માટે 'કાયઝાલા એપ્લિકેશન' મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરવાનો 5 સપ્ટેમ્બરથી અમલ કરવાનો નિર્ણય કર્યો હતો. આ એપ્લિકેશનનાં માધ્યમથી શિક્ષકોની એટેન્ડન્સ પે, લિવ, પીએફ ઉપરાંત વિધ્યાર્થીઓના નિયમિત રીતે ગ્રુપ ફોટો સહિતની કામગીરી ઓનલાઈન કરવાની કામગીરીનો સમાવેશ થતો હતો. રાજ્ય સરકારનો ઉદ્દેશ શિક્ષકોની શાળામાં હાજરી નિયમિત કરવાનો હતો. જોકે સરકારનાં એપ્લિકેશન અને ઓન લાઈન હાજરી ને ચાલુ નોકરીએ અન્ય કામો કરવા જતાં શિક્ષકોને ઝટકો લાગ્યો હતો. તેમજ ખોટી હાજરી પુરીને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ બતાવતી હતી. 

જોકે રાજ્યનાં શિક્ષક સંગઠનો દ્વારા સરકારનાં 'કાયઝાલા એપ્લિકેશન'નાં નિર્ણય બાબતે કાગારોળ મચાવી દીધી હતી. ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિતનાં હોદ્દેદારોએ 'કાયઝાલા એપ્લિકેશન' ડાઉનલોડ નહિ કરવાની શિક્ષકોને હાકલ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્યનાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 'કાયઝાલા એપ્લિકેશન' મુદ્દે ફેર વિચારણા કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષકોને ચર્ચા વિચારણા કર્યા બાદ 'કાયઝાલા એપ્લિકેશન'નો અમલ કરાશે.