મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 માર્ચ 2023 (15:43 IST)

ભાવનગરના વલ્લભીપુરમાં ચારો ભરેલો ટ્રક પલટ્યો, શ્રમિકો દટાયા, 6ના મોત

bhavnagar accident
વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો. જેથી અકસ્માત થતા અનેક લોકો દબાયા હતા. આ ટ્રકમાં 12 થી 14 મજૂરો સવાર હતા. એ દરમિયાન દુર્ધટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં 6થી લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
bhavnagar accident

મેવાસા ગામ તરફથી વલભીપુર આવી રહ્યા હતા. એ દરમિયાન પશુનો ચારો ભરેલો ટ્રક પલટી મારી જતા ભયંકર અકસ્માત થયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર ટ્રક નીચે અનેક લોકો દબાયા હતા. જેમાં કેટલાકે જીવ ગુમાવ્યો છે તો કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે.