શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 સપ્ટેમ્બર 2020 (11:15 IST)

રમત-રમતમાં બૂટ-ચંપલની તિજોરીમાં સંતાયેલા બે બાળકોના મોત

દરેક માતા-પિતા માટે સાવચેત કરતો કિસ્સો

વિસનગરના બોકરવાડા ગામમાં બે બાળકો રમત-રમતમાં જૂના મકાનમાં ચંપલ મુકવાના સ્લાઇડરવાળા કબાટમાં ફસાઇ ગયા હતા. જેથી શ્વાસ રૂંધાતા જતાં તેમનું મોત નિપજ્યું હતું. તાલુકા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. 
 
બોકરવાડા ગામના દિનેશભાઇ પટેલના 10 વર્ષીય પુત્ર સોહન અને 9 વર્ષીય મિત્ર હર્ષિલ મનીષ ભાઇ પટેલા સાંજે રમત-રમતમાં જૂના મકાનમાં ચંપલ મુકવાના સ્લાઇડરવાળા કબાટમાં ફસાઇ ગયા હતા. ત્યાં કોઇ હાજર ન હતું. એટલા માટે શ્વાસ રૂધાવાના કારણે બંને બાળકોના મોત થયા હતા. 
 
બંને બાળકોને શોધી રહેલા લોકો જ્યારે જૂના ઘરમાં પહોંચ્યા તો બંને બાળકોને જોઇને ડઘાઇ ગયા હતા. તેમણે તાત્કાલિક બાળકોને હોસ્પિટલમાં પહોંચાડ્યા, પરંતુ ત્યાં સુધી બાળકોએ જીવ ગુમાવી દીધો હતો. ઘટનાની જાણકારી પોલીસને મળતાં જ પોલીસે ઘટનામાં આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 
 
તપાસ કરી રહેલા પોલીસે જણાવ્યું હતું કે રમત-રમતમાં સ્લાઇડરવાળા કબાટમાં ઘૂસી ગયા. આ બહારથી જ ખુલે છે. અંદરથી ખુલી શકે નહી. તેના લીધે બાળકોનો શ્વાસ રૂંધાઇ ગયો હતો. ઘરવાળા જ્યારે શોધતા હતા તો આગળના રૂમમાં એક બાળકના ચંપલ હતા. તેના અધારે ઘરવાળા અંદર ગયા ત્યાં બે બાળકોને મૃત હાલતમાં જોવા મળ્યા હતા.