ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 નવેમ્બર 2019 (11:35 IST)

સેક્સ રેકેટમાંથી મુક્ત કરાવવામાં આવેલી બે છોકરીના થયા લગ્ન, મોરારી બાપૂએ કર્યું કન્યાદાન

મુંબઇના રેડ લાઇટ એરિયા કમાઠીપુરામાંથી મુક્ત કરવામાં આવેલી સેક્સ વર્કરોને ગુજરાતના ભાવનગર સ્થિત રામકથા વાચક મોરારી બાપૂના આશ્રમમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા. મોરારિબાપૂએ પોતે બંને યુવતિઓનું કન્યાદાન કર્યું હતું. તમને જણાવી દઇએ કે મોરારી બાપૂ ગત ડિસેમ્બરમાં કમાઠીપુરા ગયા હતા જ્યાં તેમણે દેશભરના સેક્સ વર્કરોને નવ દિવસની રામકથા માટે અયોધ્યા બોલાવ્યા હતા. અહીં મોરારી બાપૂએ પોતે તુલસીદાસની માનસ ગણિકાનો પાઠ કર્યો હતો જે તુલસીદાસની વેશ્યાઓ સાથે વાતચીત પર આધરિત છે. 
 
ત્યારબાદ મોરારી બાપૂએ પોતાના સમર્થકોને એનજીઓ દ્વારા છોડાવવામાં આવેલી સેક્સ વર્કરોના પુનર્વાસ માટે પૈસા દાન કરવાની અપીલ કરી હતી. ફેબ્રુઆરી 2019 સુધી મોરારીબાપુના સમર્થકોએ 6.5 કરોડ રૂપિયા એકથા કર્યા અને દેશના 6 એનજીઓને સોંપી દીધા જે સેક્સ વર્કરોના રેસ્ક્યૂ અને પુનર્વાસ માટે કામ કરે છે. કાંદિવલીના એક રેસ્ક્યૂ ફાઉન્ડેશનને 51 લાખ આપ્યા હતા. ત્યારબાદ ફાઉન્ડેશને આ બંને સેક્સવર્કરોને છોડાવી હતી. 
 
20 થી 22 વર્ષની આ યુવતિઓના લગ્ન જામનગર અને રાજકોટના બે યુવકો સાથે બાપુના તલગાજરડા સ્થિત આશ્રમમાં કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન વર વધૂના પરિવાર સાથે લગભગ 100 મહેમાન જોડાયા હતા. પોતાના સંબોધનમાં મોરીરાબાપુએ કમાઠીપુરાના પ્રવાસ અને અયોધ્યામાં રામ કથાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રામ કથા દરમિયાન મેં કહ્યું હતું કે જે છોકરીઓ આ ધંધા સાથે જોડાયેલી છે અને લગ્ન કરવા માંગે છે તો યોગ્ય વર મળતાં તેમને અવસર આપવામાં આવશે અને આશ્રમ તેમાં પુરી રીતે મદદ કરશે. 
 
મોરારી બાપુએ આગળ કહ્યું હતું કે આજે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અયોધ્યામાં માનસ ગણિકાના પાઠ બાદ અમે આ બે છોકરીઓના અહીં તલગાજરડામાં લગ્ન કરાવ્યા. હું છોકરા અને તેમના પરિવારની પ્રશંસા કરું છું કે જેમણે આ છોકરીઓને અપનાવી. આમ કરવા માટે મહાન સાહસ જોઇએ. 
 
મોરારી બાપુએ કહ્યું કે જ્યારે હું કમાઠીપુરામાં આ છોકરીઓને મળ્યો ત્યારે મેં તેમને કહ્યું હતું કે તમારા પિતાજી તમને મળવા આવ્યા છે. તમારું નવું ઘર તલગાજરડા છે. દર વર્ષે તમે તમારા પિતાને મળવા આવજો અને તમારું સન્માન સાથે સ્વાગત થશે. કન્યાદાન દરમિયાન મેં છોકરીઓને કહ્યું હતું કે હવે તેમની જવાબદારી વધી ગઇ છે. આ મોરારી બાપુની પુત્રીઓ છે, આ તલગાજરડાની છોકરીઓ છે. તેમનું ધ્યાન રાખવું અને પુરતું સન્માન આપવું.