સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (15:33 IST)

ઉકાઈ ડેમના 22 ગેટ પૈકી 9 ગેટ હાલ 4 ફૂટ ખોલી 98 હજાર ક્યુસેક પાણી છોડાયું

ઉકાઈ ડેમના 22 ગેટ પૈકી 9 ગેટ હાલ 4 ફૂટ ખોલી એનું પાણી સીધુ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે . ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય એટલે આ હરિપુરા કોઝવે પર પાણી ફરી વળે છે અને કોઝવે પર અવર જવર બંધ થઈ જાય છે . સામાન્ય રીતે અહીં વર્ષો જૂની આ વિસ્તાર ની સમસ્યા છે .
 - ઉકાઈ ડેમના 22 ગેટ પૈકી 9 ગેટ હાલ 4 ફૂટ ખોલી 98 હજાર ક્યુસેક પાણી છોડાયું
- ઉકાઈ ડેમમાંથી હાલ 98 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતાં સૌપ્રથમ બારડોલીનો હરિપુરા કોઝવે પ્રથમ પ્રભાવિત થઈ જાય છે .
- બપોરે સાડા બાર વાગ્યા થી ઉકાઇ ડેમમાંથી 53,000 કયુસેક પાણી છોડયા બાદ ઉપરવાસની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોડી સાંજે બીજા ચાર દરવાજા ચાર ફૂટનો ખોલીને કુલ્લે 85,000 કયુસેક પાણી છોડવાનું આરંભ્યુ હતુ. મોડી સાંજે ઉકાઇ ડેમની સપાટી 341.38 ફૂટ નોંધાઇ હતી.
-  340 ફૂટનું રૂલ લેવલ જાળવી રાખવા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે . ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલો કોઝવે ડૂબી ગયો હતો .