સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જુલાઈ 2022 (12:35 IST)

સુરતમાં મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીના ખભા પર ગોળીબાર કરીને અજાણ્યા શખસો ફરાર

surat police
સુરતના સરથાણા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સવારના સમયે વોક પર નીકળેલા વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. બાઈક પર આવેલા ઈસમોએ ફાયરિંગ કરતાં વેપારીને ખભાના ભાગે ઈજા પહોંચી હતી, જેથી તાત્કાલિક ઈજાગ્રસ્ત થયેલા વેપારીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, આરોપીઓ ફરાર થઈ ગયા છે, જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણા વિસ્તારમાં આવેલા પરબ રોડ પર કાવ્યા હાઈટસની સામે બની રહેલા હાઈરાઈઝ એપાર્ટમેન્ટ નજીક સવારના સમયે ઘણા લોકો ચાલવા નીકળતા હોય છે. ત્યારે નિત્યક્રમ પ્રમાણે વેપારી હિરેન મોરડિયા પણ આજે મોર્નિંગ વોક પર નીકળ્યા હતાં. એ દરમિયાન બાઈક પર આવેલા ઈસમોએ ગોળીબાર કર્યો હતો. ગોળીબારને પગલે આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો.વેપારીને ખભાના ભાગે ગોળી વાગતાં ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં સ્થાનિકોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી તથા ઈજાગ્રસ્ત હિરેન મોરડિયાને સારવાર માટે યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તબીબો દ્વારા સારવાર હાથ ધરવામાં આવી છે.સમગ્ર ફાયરિંગની જાણ થતાં સરથાણા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વેપારી પર ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું તથા અંગત અદાવત છે કે કોઈ બીજા કારણસર એ બાબતની પોલીસે તપાસ હાથ ધરી છે, સાથે પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.