શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 ફેબ્રુઆરી 2019 (13:09 IST)

કોંગ્રેસનો આંતરિક કકળાટ લોકસભામાં લજવશેઃ ઉંઝાના કોંગી ધારાસભ્ય આશા પટેલનું રાજીનામું

મહેસાણાના ઊંઝા ધારાસભ્ય ડો. આશા પટેલ રાજીનામું આપી શકે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝા એપીએમસીના રાજકારણે લઇને ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામું આપી શકે છે.  જ્યારે આગામી એપ્રીલ માસમાં એપીએમસી ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગના કારણે તેઓ રાજીનામું આપી શકે છે. આગામી સમયમાં લોકસભા ચૂંટણી યોજાનાર છે ત્યારે આશાબેન પટેલના રાજીનામું આપવાની વાતથી કોંગ્રસના ધાસાસભ્યો દોડતા થઇ ગયા છે. 

આગામી એપ્રિલમાં એપીએમસી ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસમાં આતંરિક વિખવાદને લઇને આશાબેન રાજીનામું આપી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ક્રિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગ થયો હવાનું જણાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાની વાતને કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ ખંડન કર્યું છે. જોકે રાજીનામાની વાતથી ડેમેજ કંટ્રોલ માટે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય સી.જે. ચાવડા આશાબેન પટેલના એમ.એલ.એ ક્વાર્ટર સ્થિત નિવાસસ્થાને દોડી આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા આશાબેન પટેલનો સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે આશાબેન પટેલનો ફોન સ્વિચ ઓફ કરીને બેઠા હોવાથી કોંગ્રેસ સંપર્ક કરી શકતી નથી.