શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (15:52 IST)

ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા અગાઉ ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને વેક્સીન આપવા એક્શન પ્લાન તૈયાર,,

કોરોનાને કારણે શિક્ષણ વિભાગ પર અસર પડી છે જેના ભાગ રૂપે ધોરણ ૧ થી ૧૧માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે.ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે પરંતુ ધોરણ ૧૨ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પરીક્ષા માટેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.આ વખતે પ્રથમ વખત ધોરણ ૧૨ની પરીક્ષા જુલાઈ માસમાં લેવામાં આવશે જેથી જુલાઈ માસ અગાઉ અંદાજે ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓને ૧૮ વર્ષની ઉમર પૂરી થશે માટે પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વેક્સીન આપવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ધોરણ ૧૨માં ભણતા વિદ્યાર્થીઓ મોટા ભાગે ૧૭ થી ૧૮ વર્ષની વયના હોય છે.જુન માસમાં ૫ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે જ બાળકને સ્કુલમાં ભણવા માટે મુકવામાં આવે છે ત્યારે આ જુન માસમાં અનેક વિદ્યાર્થીઓ ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતા હોય તેમની ઉમર ૧૮ વર્ષ પૂરી થાય છે.જુનમાં ૧૮ વર્ષ પૂર્ણ થાય અને જુલાઈ માસમાં  બોર્ડની પરીક્ષા શરુ થાય છે જેથી વિદ્યાર્થીઓને વેક્સીન આપી દેવામાં આવે તો કોરોના સામેના વિદ્યાર્થીઓને સુરક્ષા મળી શકે છે માટે સરકાર દ્વારા આ અંગે વિચારણા કરીને સ્કુલ પાસેથી ડેટા મંગાવ્યો છે.જુલાઈની ૧ તારીખથી ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા શરુ થશે.૬.૮૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.એક વર્ગમાં ૨૦ વિદ્યાર્થીઓ સાથે જ પરીક્ષા યોજાશે ત્યારે હવે વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં રાખીને વેક્સીન આપવાનો માટે પણ સરકાર દ્વાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

રેગ્યુલર વિદ્યાર્થીઓ જે જુન માસમાં ૧૮ વર્ષના થશે ઉપરાંત રીપીટર વિદ્યાર્થીઓ ૧૮ વર્ષના થઇ ગયા છે તે તમામને પરીક્ષા અગાઉ વેક્સીન આપવામાં આવશે.કુલ ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓને ૧૮ વર્ષ પૂર્ણ થશે જેનો ડેટા સરકાર પાસે પણ છે. સરકાર દ્વારા જ વિદ્યાર્થીઓને વેક્સીન્ન આપવા અંગે નિર્ણય કરવામાં આવશે.સરકાર દ્વારા ધોરણ ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિગત મંગાવવામાં આવી તો છે.સ્કૂલો પાસેની ધોરણ ૧૨માં પરીક્ષા આપવાના તમા વિદ્યાર્થીઓની વિગત એકઠી કરવામાં આવી છે.વિદ્યાર્થીઓને વેક્સીન આપવી કે નહિ તે સકરાર નક્કી કરશે.અમને વેક્સીન આપવા અંગે કોઈ જાણ નથી. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા સીધો સ્કુલોનો સંપર્ક કરીને વિગતિ મેળવવામાં આવી છે.વિદ્યાર્થીઓને વેક્સીન આપવા માટે અમારી સાથે કોઈ બેઠક કે આદેશ મળ્યા નથી.આરોગ્ય વિભાગ સ્કુલ સાથે સંકલન કરીને વિગત મેળવી રહ્યું છે