રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2017 (11:56 IST)

સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક પાસેથી ૪૪. ૬૩ કરોડ તથા ૧૦૧ કરોડના ૨૨૦ ચેક મળ્યા

ભ્રષ્ટાચાર નાબૂદના બણગા ફૂકતી ભાજપ સરકારમાં શિક્ષણનું વેપારી કરણ બની ગયું છે. શિક્ષણમાં ગણતા માધાતાઓ એક તરફ શિક્ષણને ઉધઇની ેજેમ કોરી ખાય છે. એટલું જ નહી વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણ માટે લાખો રૃપિયા પડાવીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો માલેતુજાર બની ગયા છે. વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠમાં એસીબીએ ટ્રેપ કરીને રૃા. ૨૦ લાખ લેતા મનસુખભાઇ શાહ સહિત ત્રણ વ્યકિતની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં મનસુખ શાહ પાસેથી રૃા. ૪૪. ૬૩ કરોડની એફડી અને એક કરોડની કિમતી ચીજવસ્તુંઓ ઉપરાંત મેડિકલના વિદ્યાર્થીઓને પરિક્ષામાં બેસવા માટે ઉઘરાવેલા ૧૦૧ કરોડના ૨૨૦ ચેકો મળી આવતાં એસીબી પણ ચોંકી ઉઠયું હતું.

આ કેસની વિગત એવી છે કે અમદાવાદમાં વાસણા વિસ્તારમાં રહેતા ડોક્ટર દંપતીની દિકરીએ વડોદરામાં પીપરીયા ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠમાં ગત ઓગષ્ટ ૨૦૧૨માં એમ.બી.બી.એસમાં રૃપિયા ૩૧ લાખ ફી ભરીને એડમીશન લીધું હતું અને તા. ૧૯ જાન્યુઆરથી ૧૬ ફેબુ્રઆરી સુધી છેલ્લા વર્ષની પરીક્ષા હતી વિદ્યાર્થીને ફાઇનલ પરીક્ષાના ફોર્મ ભરવા તથા પરીક્ષામાં બેસવા દેવા માટે સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક ડો. મનસુખભાઇ કાનજીભાઇ શાહએ વિદ્યાર્થીના વાલી પાસેથી રૃા. ૨૦ લાખની માંગણી કરી હતી.

વાલીએ નિયમ મુજબ પૂરેપુરી ફી ભરી હોવાથી રૃપિયા આપવાનો ઇન્કાર કરતાં કોલેજના સંચાલકે મનમાની કરીને યુનિવર્સિટીના સ્ટુડન્ટ સેકશનમાં વિદ્યાર્થીનીને પરીક્ષા ફોર્મ ભરવા દીધું ન હતું. વીસ લાખ રૃપિયાની માંગણી મનસુખ શાહને વચેટીયા ભરત સાવંત મારફતે કરી હતી. જેથી ભરત સાવંતે વારંવાર ફરિયાદી પાસે રૃપિયાની માંગણી કરતા હતા તેનું રેકોડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડોક્ટર દંપતી જેમના સંપર્ક હતા તે ડોક્ટર ધુ્રવીલ શાહને વાત કરી હતી પરંતુ ધુ્રવીલ શાહે પણ ૨૦ લાખ આપવા જ પડશે તેવી વાત કરી હતી. જો કે ધુ્રવીલ શાહે વીસ લાખનો ચેક આપવાની બાંહેધરી મેળવી હતી ત્યારબાદ પરીક્ષાનું ફોર્મ ભરવા દીધું હતું જો કે રોકડા વીસ લાખ આપ્યા બાદ ચેક પરત આપવાનું નક્કી કરાયું હતું.

તાજેતરમાં પરીક્ષા પૂરી થયા બાદ મનસુખભાઇ શાહ અને ભરતભાઇ સાવંત ૨૦ લાખ માટે વારંવાર ફોન કરતા હોવાથી ડોક્ટર દંપતીએ એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી એસીબીએ ગઇકાલે મોડી સુમનદીપ વિદ્યાપીઠમાં લાંચનૂ છટકું ગોઠવીને ૨૦ લાખના લાંચ કેસમાં મનસુખભાઇ શાહ સહિત ત્રણેય આરોપીઓને ઝડપી પાડીને તેમના ઘરે સર્ચ કરીને માતબરની રકમની મતા કબેજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નોટબંધી બાદ કરોડોના વ્યવહારો થયા હોવાની ચોક્કસ બાતમી આધારે ઇન્કમટેક્ષ વિભાગે ૧૮ દિવસ પહેલા મનસુખભાઇ શાહને ત્યાં રેડ પાડી હતી તે સમયે આયકર વિભાગને કંઇ ન મળ્યું ન હતુ જ્યારે એસીબીએ રેડ પાડી ત્યારે કરોડોની મતા મળી આવતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.