વેલેન્ટાઈન્સ ડેના દિવસે 25 હજારથી વધુ લોકો લગ્ન કરશે

સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (15:02 IST)

Widgets Magazine


પ્રેમીઓ માટે વેલેન્ટાઇન્સ ડે અને વસંત પંચમી બંને દિવસ ખાસ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીનો વિશ્વ દિવસ વેલેન્ટાઇન્સ ડે લગ્નના શુભ અને શ્રેષ્ઠ મુહૂર્ત સાથે જોડાઇ જતા પ્રેમીઓ સહિત લગ્નોત્સુક યુવાઓએ આવતી કાલનો દિવસ બંધનમાં બંધાવા માટે પસંદ કર્યા છે. શહેરના તમામ હોલ, પાર્ટી પ્લોટ, જ્ઞાતિની વાડીઓ લગ્નનાં બુકિંગથી હાઉસફૂલ છે. આવતી કાલે અમદાવાદ શહેરમાં આવતી કાલે પ૦૦૦થી વધુ લગ્ન આયોજિત થયાં છે. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાતી હોય છે તે વેલેન્ટાઇન્સ ડે ને યાદગાર બનાવવા આવતી કાલે હજારોની સંખ્યામાં એટલે કે રાજ્યભરમાં રપ હજારથી વધુ લગ્નનું આયોજન થયું છે.

માત્ર સામાન્ય જ નહીં ફેમસ સેલિબ્રિટીઓએ પણ વેલેન્ટાઇન્સ ડેના દિવસે લગ્ન કરવાનું પસંદ કર્યું છે. આવતી કાલે લગ્ન માટે પાર્ટી પ્લોટ અને હોલ વેલેન્ટાઇન્સ ડેની થીમ પર સજાવાયા છે. માત્ર લગ્ન સ્થળો જ નહીં વેલેન્ટાઇન્સ ડેની ખરીદીની ભીડ પણ બજારમાં શરૂ થઇ ગઇ છે.  લવ કાર્ડ, લવ હાર્ટ, લવ વોચ, ગોગલ્સ, લવ બેલ્ટ, મેસેજ બાટલ, કેપ, લવ ડોલ, કોલેજ બેગ, ચોકલેટસ, ટેડી અને ફેન્સી રોઝ તો ખરાં જ. ઠેરઠેર આજે વેલેન્ટાઇન ડેની રોનક જોવા મળી રહી છે. મોટાં ભાગનાં લગ્નમાં કાલે વેલેન્ટાઇન્સ સ્પેશિયલ મેરેજ કેક કટિંગ થશે. જાણીતી કેક શોપમાં સ્પેશિયલ વેલેન્ટાઇન્સ કેકના ઓર્ડર બુક થઇ ગયા છે.

સરપ્રાઇઝ ગિફટ સરપ્રાઇઝ પાર્ટી, સરપ્રાઇઝ લંચ, ડીનર એરેન્જ થઇ ચુક્યાં છે. હાર્ટ શેપમાં સ્પેશિયલ કપ કેકસ, પેટ્રીઝ, ચોકલેટ હાર્ટ, હાર્ટ શેપ કૂકિઝ, આઇ લવ યુ ચોકલેટ. જુદી જુદી ફલેવર્સ સાથે બેકરી શોપમાં ગોઠવાઇ ગયાં છે. પ્રેમનાં પ્રતીક સમા ગુલાબની માગ ચાર ગણી વધી છે. લગ્ન સ્થળોએ ગુલાબનાં ફૂલોના સ્પેશિયલ ડેકોરેશન નોંધાયાં હોવાથી ગુલાબના ફૂલ મોંઘાં થયાં છે. ડચ રોઝની ડિમાન્ડ સૌથી વધુ રહેતી હોવાથી ગુલાબ આવતી કાલે રૂ.૧૦૦થી રૂ.૧૦૦ પ્રતિ એક નંગ વેચાશે. આવતી કાલે અનેક કપલે અન્ય કોઇ ફૂલોના બદલે માત્ર ગુલાબના ફૂલોનાં ડેકોરેશનના ઓર્ડર આપ્યા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં અનોખા લગ્ન યોજાયા,મહેમાનો ઘરેથી ટિફિન લઇ આવ્યા

લગ્નને યાદગાર બનાવા અને સમાજમાં રિવાજના નામે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પરંતુ સુરતમાં ...

news

વિરોધની મર્યાદા હટી, ગધેડા પર ઋત્વીજ પટેલનો ફોટો લગાવીને જુતાનો હાર પહેરાવ્યો

નલિયા સામૂહિક સેકસકાંડ બાદ બેકફૂટ પર આવી ગયેલા ભાજપ ખુલાસા પર ખુલાસા કરી રહયુ છે, તેની ...

news

હોટલ તાજમાં ત્રાસવાદીઓને મારનાર અમદાવાદનો જવાન કાશ્મીરમાં શહીદ થયો

દક્ષિણ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં બે ભારતીય જવાનો શહીદ થયા છે. આ બે જવાનો પૈકી એક ...

news

બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વકપમાં ભારત પાકિસ્તાનને પછાડીને ચેમ્પિયન બન્યું,ગુજરાતનો કેતન પટેલ મેન ઓફ ધ સિરિઝ

ભારતના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોએ જબરજસ્ત પર્ફોમન્સને સહારે ફાઈનલમાં પાકિસ્તાનને નવ વિકેટથી ...

Widgets Magazine